ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેકલીન ચિંતામાં, કૌભાંડી સુકેશના જીવન પર ડોક્યુ. સિરીઝ બનશે

10:58 AM May 01, 2025 IST | Bhumika
Advertisement

સાયકોલોજિકલ થ્રિલરની સાથે કેસ સ્ટડી રજૂ કરવામાં આવશે

Advertisement

 

ગુજરાત મિરર, મુંબઇ, તા.1
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂૂ. 200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે 2021ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે.

સુકેશ ચક્રવર્તીઓ મોટી ડંફાસો મારી અનેક સેલિબ્રિટીઝ સાથે નિકટતા કેળવી હતી. આ તમામમાં સૌથી વધુ નિકટતા જેકલીન સાથે હતી, જેથી સુકેશ સાથે જેકલીનના અનુભવોને જાણવામાં ડોક્યુ સિરીઝના મેકર્સે ઉત્સુકતા દર્શાવી છે. જેકલીનને કરોડો રૂૂપિયાની વસ્તુઓ ભેટમાં આપી હોવાનો દાવો સુકેશે કર્યો છે, જ્યારે જેકલિને તેના દાવાઓને નકારી દીધા છે. સુકેશે કૌભાંડોની શરૂૂઆત લોટરીથી કરી હતી અને બાદમાં મોટા નેતાઓના નામ વટાવી કરોડો રૂૂપિયાની ઠગાઈ કરી હતી. જેકલીન અને સુકેશના સંબંધો વધારે અંગત હતા. સુકેશની કરતૂતો અને તેની લાઈફસ્ટાઈલ અંગે જેકલીન પાસે જાત માહિતી છે. તેથી ડોક્યુ સિરીઝના મેકર્સ જેકલીન પાસેથી આ તમામ અનુભવો જાણવા ઉત્સુક છે. ડોક્યુ સિરીઝ સાથે વાત કરવામાં જેકલીનને ખાસ વાંધો નથી, પરંતુ તેમાં કયા દૃષ્ટિકોણને રજૂ કરવામાં આવશે તેની જેકલીનને ચિંતા સતાવી રહી છે.

સુકેશના જીવન આદારિત સ્ટોરીને સાયકોલોજિકલ થ્રિલરની સાથે એક કેસ સ્ટડીની જેમ રજૂ કરવાનું આયોજન છે. કોર્ટમાં ચાલેલી કાર્યવાહી ઉપરાંત સુકેશે આપેલી કરોડો રૂૂપિયાની લાંચ અને બનાવટી સોદાઓને પણ ડોક્યુ સિરીઝમાં આવરી લેવાશે. સુકેશ પોતાની ઓળખ કઈ રીતે આપતો હતો અને તેની લાઈફ સ્ટાઈલ કેવી હતી? વગેર જેવી વિગતોને ડોક્યુ સિરીઝમાં સમાવવામાં આવશે. સુકેશના જીવનના વિવિધ પાસાને રજૂ કરવી કવાયત દરમિયાન પોતાને નુકસાન કરે અથવા છાપ બગાડે તેવી કોઈ બાબત બહાર આવી જવાની બીક જેકલીનને લાગી રહી છે.

Tags :
documentary seriesindiaindia newsSukesh Chandrasekhar documentary series
Advertisement
Next Article
Advertisement