રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

'રોહિત શેટ્ટીની ફિલ્મમાં કરીના કપૂર ન હોય, એ તો એ શક્ય નથી..' જાણો કોણે આવું કહ્યું?

06:26 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અજય દેવગન ફરી એક વાર બાજીરાવ સિંઘમના પાત્રમાં વાપસી કરી રહ્યો છે. આજે નિર્માતાઓએ 'સિંઘમ અગેન'નું બહુપ્રતિક્ષિત ટ્રેલર રિલીઝ કર્યું છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અજય, કરીના કપૂર, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને રવિ કિશન આ ઈવેન્ટમાં સામેલ થયા હતા.

આ ઈવેન્ટમાં તમામ સ્ટાર્સે ફેન્સ અને મીડિયાની સામે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. જ્યારે કરીનાનો બોલવાનો વારો આવ્યો ત્યારે ચાહકો ઉત્સાહિત થઈ ગયા અને બધાએ 'બેબો બેબો'ની બૂમો પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન કરીનાએ કહ્યું, "એવું ન થઈ શકે કે રામાયણમાં સીતા ન હોય અને રોહિત શેટ્ટીની ફિલ્મમાં કરીના કપૂર ન હોય."

કરીનાએ આગળ કહ્યું, “રોહિત સર અને અજયનો આભાર કે મને હંમેશા ફોન કર્યો અને મને પુરૂષ કેન્દ્રિત ફિલ્મમાં વિશેષ ભૂમિકા આપી. આ ફિલ્મમાં માતા સીતાનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે.” તેણે એમ પણ કહ્યું, “રોહિત અને અજય હંમેશા મારા ફેવરિટ રહ્યા છે અને મારો મિત્ર અર્જુન લાજવાબ છે. અને અલબત્ત આ ફિલ્મમાં અક્કી (અક્ષય કુમાર) પણ છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું.

આ તમામ સ્ટાર્સની સાથે દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મનો એક ભાગ છે. જો કે, તે આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજર રહી નહોતી. તે એક મહિના પહેલા જ માતા બની હતી. અત્યારે તે માતૃત્વનો આનંદ માણી રહી છે. અક્ષય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો ન હતો. જોકે, તેણે એક વીડિયો મેસેજ મોકલ્યો હતો, જે ઈવેન્ટમાં બતાવવામાં આવ્યો હતો.

અક્ષય કુમારે શું કહ્યું?

અક્ષય કુમારે કહ્યું, “મને અફસોસ છે કારણ કે હું ‘સિંઘમ 3’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી શક્યો ન હતો. જો કે, હોલ આટલો ભરેલો જોઈને હું ખૂબ જ ખુશ છું. મને યાદ છે કે લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા ઓક્યુપન્સી હતી, છતાં લોકો મારી અને રોહિત શેટ્ટીની સૂર્યવંશી જોવા આવ્યા હતા. તમે તે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવામાં મદદ કરી. 'સિંઘમ અગેઇન'ને પણ એવો જ પ્રેમ આપો.

‘સિંઘમ 3’ રામાયણથી પ્રેરિત છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે ફિલ્મનો વિલન કરીનાનું અપહરણ કરે છે, ત્યારબાદ અજય તેને બચાવવા શ્રીલંકા જાય છે. જોકે હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં કેટલું સારું પ્રદર્શન કરે છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મીડિયા અને ફેન્સ સહિત લગભગ 2 હજાર લોકો હાજર હતા. આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Tags :
Ajay Devgnindiaindia newsKareena kapoorrohit shettySingham Again
Advertisement
Next Article
Advertisement