સફળ ન થાઉં તો હું બાથરૂમમાં બેસીને રડતો: શાહરૂખ ખાન
ચૂપ રહો, ઉઠો અને આગળ વધો
દુનિયાની સામે હસતો-ખેલતો વ્યક્તિ હંમેશા એકલતામાં રડે છે, આ વાત આજે બોલિવૂડના બાદશાહ શાહરૂૂખ ખાને સાબિત કરી બતાવી છે. સુપરસ્ટારે કહ્યું કે નિષ્ફળતા તેને પરેશાન કરે છે અને તે એકલા બેસીને તેના વિશે વિચારે છે અને રડે છે.
શાહરૂૂખે દુબઈમાં આયોજિત ગ્લોબલ ફ્રાઈટ સમિટ દરમિયાન કહ્યું - જ્યારે તમે નિષ્ફળ થાઓ ત્યારે તમારે એવું ન માનવું જોઈએ કે તમારી પ્રોડક્ટ અથવા કામ ખોટું થયું છે. કદાચ તમે જે ઇકો-સિસ્ટમમાં કામ કરી રહ્યા છો તેને ખોટી સમજી હોય. તમારે સમજવું પડશે કે લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો હું જે લોકો માટે કામ કરું છું તેમનામાં લાગણી જગાડી શકતો નથી, તો મારી પ્રોડ્ક્ટ કામ કરશે નહીં, પછી ભલે તે ગમે તેટલું સારુ કેમ ન હોય.
શાહરુખે આગળ કહ્યું- હા, મને આવું અનુભવવું બિલકુલ પસંદ નથી, પરંતુ હું મારા બાથરૂૂમમાં ખૂબ રડું છું. હું તે કોઈને બતાવતો નથી. તમારે વિશ્વાસ હોવો જોઈએ કે દુનિયા તમારી વિરુદ્ધ નથી. જો તમારી ફિલ્મ ખોટી પડી છે, તો તે તમારા કારણે કે કોઈ ષડયંત્રના કારણે નથી. તમારે સ્વીકારવું પડશે કે તમે તેને ખરાબ રીતે બનાવી છે, અને પછી તમારે આગળ વધવું પડશે. નિરાશાની ક્ષણો એવી હોય છે જે કહે છે, પચુપ રહો, ઉઠો અને આગળ વધો.