"ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયો
અભિનેતા રણવીર સિંહે પોતાના જન્મદિન પર ચાહકોને જોરદાર સરપ્રાઇઝ આપી છે. રણવીરની આવનાર ફિલ્મ ધુરંધર નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લાંબા વાળ, સિગરેટનો ધુમાડો અને એક્શન જ એક્શન. રણવીરનો આ લુક એટલો કમાલનો છે કે એ અઢી મિનિટમાં સંજય દત્ત અને અક્ષય ખન્ના પર ભારે પડી રહ્યો છે. ઉરી બનાવનાર આદિત્ય હવે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા આવી રહ્યો છે.રણવીરની ધુરંધર ફિલ્મનો 2 મિનિટ અને 39 સેક્ધડનો વીડિયો જોઈને ચાહકોની આતુરતા પણ વધી ગઈ છે. આ વીડિયોમાં રણવીરના લાંબા વાળ, નીલી આંખો અને હાથમાં બંદૂક...રણવીર સિંહ સૌથી મોટો દાવ રમી રહ્યો છે. ફર્સ્ટ લુક જોઈને લાગે છે કે વાહ...કેવી જોરદાર ફિલ્મ બનાવી છે.
હવે નક્કી જીતની તૈયારી હશે. આ ફિલ્મ પાંચમી ડિસેમ્બર, 2025એ રિલીજ થવાની છે. ધુરંધર ફિલ્મનો આરંભ એક ડાયલોગ સાથે થાય છે - બહુત સાલ પહેલે કિસીને મુઝસે કહા થા, પડોશ મેં રહેતે હૈં, ઘોડે ભર કા જોર લગા લો, બિગાડ લો જો બિગાડ સકતે હોં. બિગાડને વક્ત આ ગયા હૈં. જૂતાની નીચે માચિસની પેટી રાખીને સિગરેટ સળગાવી રહેલા રણવીર સિંહના ચહેરા ફક્ત લોહી જ લોહી છે. ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં આ ફિલ્મમા ખૂબ એક્શન જોવા મળશે. ફક્ત બંદૂક નહીં, પરંતુ રણવીર સિંહના હાથમાં જે કોઈ આવ્યો, તેની મારપીટ કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીર સિંહની સાથે આર માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ જોવા મળી રહ્યા છે.