રિતિક રોશનની OTTની દુનિયામાં એન્ટ્રી, સ્ટોર્મ સિરીઝથી કરશે ડેબ્યૂ
બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશન હવે OTT જગતમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જોકે, આ ડેબ્યૂ એક્ટર તરીકે નહીં, પણ પ્રોડ્યુસર તરીકે હશે. રિતિક એ પોતાની કંપની HRX Films દ્વારા પ્રાઇમ વિડિયો સાથે મળીને એક નવી એક્શન-થ્રિલર વેબ સિરીઝ માટે હાથ મિલાવ્યો છે. જોકે શ્રેણીનું શીર્ષક હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ તેનું નામ સ્ટોર્મ રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં સબા આજાદ , પાર્વતી થિરુવોથુ, અલાયા એફ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને રમા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સ્ટોર્મની કહાની મુંબઈના બેકડ્રોપ પર આધારિત છે અને તેમાં દમદાર મહિલા પાત્રોની કહાની રજૂ કરવામાં આવશે. રિતિક એ કહ્યું, સ્ટોર્મ એ મને OTT જગતમાં પ્રોડ્યુસર તરીકે શરૂૂઆત કરવાની તક આપી છે.
આ સિરીઝની દુનિયા ગહન, સત્યથી ભરેલી અને યાદગાર પાત્રોથી ભરપૂર છે. પ્રાઇમ વિડિયોના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ ગાંધીએ કહ્યું, સ્ટોર્મ માત્ર એક સિરીઝ નહીં, પણ એક નવા અને રોમાંચક સફરની શરૂૂઆત છે. રિતિક રોશન અને HRX Films સાથે કામ કરવું અમારા માટે ખાસ છે. આ સિરીઝ વિશ્વભરના દર્શકોને પસંદ આવશે.