હોરર કોમેડી ફિલ્મ થામાની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી
મેડોકની 100 કરોડે પહોંચનાર ચોથી ફિલ્મ બની
મેડોક ફિલ્મ્સના હોરર કોમેડી યુનિવર્સની કોઈ ફિલ્મ 100 કરોડ ક્લબમાં ન પહોંચે તો જ નવાઈની વાત છે. મેડોકની થામા દિવાળી પર રિલીઝ થઈ છે અને તેને એક મજબુત વીકેન્ડ મળ્યું છે, ચાલુ દિવસોમાં પણ આ ફિલ્મે તેની મજબુત ગતિ જાળવી રાખી હતી. પહેલાં દિવાળીની રજાઓ અને પછી છઠની રજાઓને કારણે દેશમાં ફિલ્મની આવકમાં વધારો થતો જોવા મળ્યો હતો, વિદેશમાં પણ તેણે પોતાની સ્થિર ગતિ જાળવી રાખી હતી.આઠ દિવસના અંતે આ ફિલ્મની કમાણી 101.10 કરોડ થઈ છે, તેનાથી થામા મેડોકની 100 કરોડ ક્લબમાં પહોંચેલી ચોથી ફિલ્મ બની ગઈ છે. થામા હાલ મેડોક હોરર કોમેડી યુનિવર્સની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે, તેનાથી આગળ માત્ર બે સ્ત્રી સિરીઝની ફિલ્મ જ છે.
મંગળવારે, તેણે મુંજ્યાને પણ પાછળ રાખી દીધી છે, જેણે 2023માં 130 કરોડની કમાણી કરી હતી. એવી આશા છે કે આ વેમ્પાયર સ્ટોરી સ્ત્રીની 182 કરોડની કમાણીને પાછળ રાખી દેશે. પરંતુ હાલ એવું લાગે છે કે તે સ્ત્રી 2ની 857 કરોડની આવક સુધી પહોંચી શકશે નહીં. થામા આદિત્ય સરપોતદાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી મહત્વના રોલમાં છે. સાથે જ આ ફિલ્મમાં ભેડિયાના વરુણ ધવનનો કેમિયો પણ છે. તેનાથી ભેડિયા-2નો પણ સંકેત આપવામાં આવ્યો છે અને અનીત પડ્ડા શક્તિ શાલિનીની પણ તૈયારી કરી રહી છે.
