એડલ્ટ ફિલ્મ માટે હિરોઈનને 1.5 લાખ મળતા, કંપની રાજ કુન્દ્રાની હતી
શિલ્પા શેટ્ટીને મળી હતી, ગેહના વશિષ્ઠે ED સમક્ષ ખોલ્યા રાઝ
9 ડિસેમ્બરે ગેહના વશિષ્ઠ ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ તેની પોર્નોગ્રાફી કેસ સંદર્ભે પૂછપરછ કરી હતી. આ સમય દરમિયાન ગેહનાએ ઘણા મોટા રહસ્યો જાહેર કર્યા અને જણાવ્યું કે તે ક્યારે રાજ કુન્દ્રાને પહેલીવાર મળી હતી. પૂછપરછ દરમિયાન તેણે શિલ્પા શેટ્ટીનું નામ પણ લીધું હતું. તેણે એડલ્ટ ફિલ્મો બનાવવાથી લઈને એક્ટ્રેસને મળતી ફી સુધીની ઘણી મોટી વાતો કહી છે.
જો સૂત્રની વાત માનીએ તો ગેહનાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આખી ક્રૂ એક એડલ્ટ ફિલ્મ માટે 3 લાખ રૂૂપિયા ફી લેતી હતી. જ્યારે હિરોઈનને 1.5 લાખ રૂૂપિયા મળતા હતા. તેણે કહ્યું કે તેણે આ ફિલ્મોમાંથી 35 લાખ રૂૂપિયાની કમાણી કરી છે. જ્યારે ઈડીએ તેને રાજ કુન્દ્રા વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે કહ્યું કે તે જાન્યુઆરી 2021માં પહેલીવાર તેને મળી હતી.
ગેહનાએ એમ પણ કહ્યું કે તે એકવાર બોલિવૂડ અભિનેત્રી અને રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીને મળી હતી. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે આ એડલ્ટ ફિલ્મોની લિંક વિદેશમાં મોકલવામાં આવી હતી. ગેહનાએ જણાવ્યું કે હોટશોટ કંપનીની એપ લંડનમાં હતી અને અહીંથી ફિલ્મો અપલોડ થતી હતી. ગેહનાએ એ પણ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મોમાં કામ કરવા માટે તેને ડોલરમાં ચૂકવણી કરવામાં આવતી હતી અને પછી તે તેને ભારતીય ચલણમાં ફેરવતી હતી.
જ્યારે ગેહનાને પૂછપરછ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તે કંપની રાજ કુન્દ્રાની છે, તો ગેહનાએ કહ્યું કે મેં હંમેશા એક જ વાત કહી છે કે અમારી વાતચીત ઉમેશ કામત સાથે થઈ હતી. ગેહનાએ એક જગ્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે હું ત્યાં જતો હતી ત્યારે રાજ કુન્દ્રાનો ફેમિલી ફોટો હતો અને જ્યારે હું દાખલ થઇ ત્યારે ત્યાં વિયાન ઈન્ડસ્ટ્રીઝ લખેલું હતું, તેથી મને લાગે છે કે તે કંપની રાજ કુન્દ્રાની છે કારણ કે કોઈ તેમના ઘરમાં કોઈને બેસાડતું નથી.