For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયર

10:54 AM Aug 19, 2025 IST | Bhumika
ગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયર

હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત, પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકા

Advertisement

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ પ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ ગાંધી (Gandhi Series ) નો 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF ) માં સમાવેશ થવાનો છે. પ્રખ્યાત નિર્દેશક હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત અને અભિનેતા પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકાવાળી આ સિરીઝને TIFF ના પ્રાઇમટાઇમ પ્રોગ્રામ મા સામેલ કરવામાં આવી છે.

આ પહેલી ભારતીય સિરીઝ છે જેને આ મોટા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું હોય. ઈતિહાસકાર રમચંદ્ર ગુહાના પ્રામાણિક પુસ્તકો પર આધારિત ગાંધી સિરીઝ એ એક વિશાળ અને અનેક સીઝનવાળી કથા છે. આ સિરીઝ આપની સામે મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. ફક્ત તે મહાન વ્યક્તિ તરીકે નહીં જેને આપણે ઓળખીએ છીએ, પરંતુ એક યુવાન, ખામીઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી માનવી તરીકે, જે બાજુ કદાચ દુનિયાની નજર બહુ પડી નથી.

Advertisement

આ સિરીઝ ની પહેલો સીઝન જેનું નામ છે An Untol Story of Becoming (1888-1915) , ગાંધીની શરૂૂઆતની સફરને દર્શાવે છે. આ કહાણી કોલોનિયલ ભારતના એક ઉત્સુક કિશોર, લંડનના શરમાળ કાયદાના વિદ્યાર્થી અને પછી દક્ષિણ આફ્રિકા માં 23 વર્ષ વિતાવનાર એક યુવાન વકીલની છે. આ યાત્રા વિરોધાભાસ , નિષ્ફળતાઓ અને આત્મ-શોધથી ભરેલી છે. મહાત્મા બન્યા પહેલાં તે ફક્ત મોહન હતા તેની વાત અહીં છે. એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર સમીર નાયરએ કહ્યું કે ગાંધી નું TIFF મા પસંદ થવું એ અમારા માટે અને ભારતીય વાર્તાઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે આ સિરીઝ ગહન રીસર્ચ અને માનવીય કહાણી પરના અમારા ગાઢ વિશ્વાસનું પરિણામ છે જેને અમે આખી દુનિયા સાથે વહેંચવા માંગીએ છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement