રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એલ્વિશ યાદવની આઠ કલાક લાંબી પૂછપરછ કરતી ED

01:05 PM Sep 07, 2024 IST | admin
Advertisement

સાપના ઝેર સપ્લાયથી નેટવર્થ સુધીની ચર્ચા

Advertisement

બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. એલ્વિશ યાદવનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. આ વર્ષે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એલ્વિશ યાદવને રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવા બદલ જેલ પણ જવું પડ્યું હતું. આ પછી જ EDએ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. દરમિયાન ઊઉએ એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

આઈએએનએસના અહેવાલ મુજબ એલ્વિશ યાદવની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને રેવ પાર્ટી, સાપના ઝેરની સપ્લાય અને અન્ય બાબતો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સિવાય એલ્વિશને પાર્ટી અને તેના આયોજક વિશે પૂછવામાં આવ્યું જેમાં કથિત રીતે સાપનું ઝેર સપ્લાય કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની નેટવર્થ, પ્રોપર્ટી અને લક્ઝરી વાહનોની પણ ચર્ચા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઊઉ અધિકારીઓએ તસવીરો, વીડિયો અને ચેટ સેશનની સમીક્ષા કરવા માટે એલ્વિશનો ફોન જપ્ત કર્યો હતો.

Tags :
alwishyadavEDEntertainmentEntertainmentnewsindiaindia news
Advertisement
Next Article
Advertisement