ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલીપ જોશીએ આસિત મોદીનો કોલર પકડી શો છોડવાની ધમકી આપી

03:20 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરમિયાન, તેના ઘણા મહત્ત્વપૂર્ણ પાત્રોએ શો છોડી દીધો છે. એક પછી એક શોને લગતા વિવાદાસ્પદ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી આ શોના મુખ્ય કલાકારોમાંથી એક છે. તે શોની શરૂૂઆતથી જ જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. હવે શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે આસિત મોદીની દિલીપ જોશીની સાથે પણ ઝપાઝપી થઈ છે. મામલો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ અને દિલીપ જોશીએ શો છોડી દેવાની ધમકી આપી.

Advertisement

એક રિપોર્ટ અનુસાર દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઓગસ્ટ મહિનામાં લડાઈ થઈ હતી. રજાઓને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સૂત્રના જણાવ્યા અનુસાર, દિલીપ તેમની સાથે વાત કરવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ તે આ અંગે વાત કરવા તૈયાર જ નહોતા. આ બાબતે દિલીપ જોશી નારાજ થઈ ગયા હતા.
પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સૂત્રએ એવું જણાવ્યું, નકુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપજી રાહ જોઈ રહ્યા હતા કે અસિત પાછો આવે અને તેની સાથે રજાઓની વાત કરે. પણ અસિત મોદી આવ્યા અને સીધા કુશને મળવા ગયા. દિલીપજીને આ ગમ્યું નહીં. દિલીપજી ખૂબ ગુસ્સે થઈ ગયા અને બંને વચ્ચે ઝઘડો શરૂૂ થઈ ગયો. અભિનેતાએ અસિત મોદીનો કોલર પણ પકડી લીધો અને તેમને શો છોડવાની ધમકી પણ આપવા લાગ્યા. જોકે અસિતભાઈએ તેમને શાંત પાડ્યા હતા. બંનેએ કેવી રીતે ઝઘડો પૂરો કર્યો તે જાણી શકાયું નથી. જોકે અહેવાલ સૂત્રોના આધારે છે. અભિનેતા કે આસિત મોદી તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

Tags :
Asit ModiDilip joshiTaarak Mehta Ka Ooltah Chashmah
Advertisement
Next Article
Advertisement