બોલિવૂડમાં ધનુષની ધમાકેદાર વાપસી! 'તેરે ઇશ્ક મેં' ફિલ્મે પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી
ફિલ્મ 'રાંઝણા'થી બોલિવૂડમાં જોરદાર શરૂઆત કરનાર અભિનેતા ધનુષે આ સિક્વલ સાથે સિનેમાઘરોમાં જોરદાર વાપસી કરી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ સારી કમાણી કરી હતી. આટલું કલેકશન તો ઘણી સારી ફિલ્મોએ પણ કર્યું નથી. જોકે ફરી એકવાર,ધનુષની લવ સ્ટોરી જોવા માટે ચાહકો થિયેટરોમાં લાઇન લગાવી રહ્યા છે.
12 વર્ષ પછી આનંદ એલ. રાય તેમની સુપરહિટ ફિલ્મ 'રાંઝણા'ની સિક્વલ લઈને પરત ફર્યા છે. ટ્રેલર પછી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ રિલીઝ થયા પછી, તેને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે ઓપનીંગના દિવસે ખુબ સારું પ્રદર્શન કર્યું. ચાલો જાણીએ કે પહેલા દિવસનું કલેક્શન કેવું રહ્યું.
અહેવાલો અનુસાર, ધનુષ અને કૃતિ સેનનની ફિલ્મે શરૂઆતના દિવસે ₹16.50 કરોડનું કલેક્શન કર્યું. આ ફિલ્મ માટે ખૂબ જ સારી કમાણી છે. તેનું બજેટ ₹80 થી ₹100 કરોડની વચ્ચે હોવાનું જાણવા મળે છે. જો ફિલ્મ સપ્તાહના અંતે આ કમાણી જાળવી રાખે તો તે લગભગ ₹50 કરોડની કમાણી કરી શકે છે. ફિલ્મ આગામી સપ્તાહના અંતે તેનું બજેટ પણ પાછું મેળવી શકે છે.
ધનુષની ફિલ્મે ખુબ સારું પ્રદર્શન કર્યું છે, મોટા નામોને પણ પાછળ છોડી દીધા છે. આ ફિલ્મે આમિર ખાનની સિતારે જમીન પરને પાછળ છોડી દીધી છે, જેણે શરૂઆતના દિવસે ₹10.7 કરોડની કમાણી કરી હતી. વધુમાં, તેણે અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. અક્ષયની જોલી એલએલબીએ શરૂઆતના દિવસે ₹12.50 કરોડની કમાણી કરી હતી. આ સંદર્ભમાં, આ ફિલ્મે થોડા જ સમયમાં બે મોટા સ્ટાર્સની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.