કલ્કીની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ આઉટ
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને સમાચારમાં છે. તાજેતરમાં જ દીપિકાને એનિમલક ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરિટ માથી દૂર કરવામાં આવી હતી, તે દરમિયાન હવે તેને બીજા એક મોટા પ્રોજેક્ટમાંથી પણ દૂર કરવામાં આવી છે.
દીપિકા હવે પ્રભાસ સ્ટારર સાયન્સ ફિક્શન ફિલ્મ Kalki 2898 AD ની સિક્વલનો ભાગ નહીં રહે. નિર્માતાઓએ દીપિકાને આ ફિલ્મમાંથી દૂર કરવા અંગે જાહેરાત કરી છે પ્રોડક્શન હાઉસ વૈજયંતી મુવીઝે નિર્માતાઓએ ડ પર પોતાનું નિવેદન બહાર પાડતા કહ્યું, હતું કે આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવે છે કે દીપિકા પાદુકોણ હવે Kalki 2898 AD ની આગામી સિક્વલનો ભાગ રહેશે નહીં. પહેલા ભાગમાં લાંબા સમય સુધી સાથે કામ કરવા છતાં, અમે સાચી ભાગીદારી બનાવી શક્યા નહીં. આ એક એવી ફિલ્મ છે જેમાં સંપૂર્ણ કમિટમેન્ટ અને પ્રતિબદ્ધતાની જરૂૂર છે. અમે તેને તેના ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ આ નિર્ણય આઘાતજનક છે કારણ કે Kalki 2898 AD ના પહેલા ભાગમાં દીપિકા મુખ્ય અભિનેત્રી હતી, જેમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા મોટા નામો પણ હતા.