For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' પર વિવાદ, કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં લાગી શકે છે પ્રતિબંધ

10:57 AM Aug 30, 2024 IST | Bhumika
કંગના રનૌતની ફિલ્મ  ઇમરજન્સી  પર વિવાદ  કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં લાગી શકે છે પ્રતિબંધ
Advertisement

બોલિવૂડ એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કંગનાએ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે અને ઈન્ટરવ્યુનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન તેલંગાણાથી એક સમાચાર આવી રહ્યા છે જે કંગના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. મળતી માહિતી મુજબ, તેલંગાણા સરકાર કંગનાની ફિલ્મ 'ઇમરજન્સી' પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે.

તાજેતરમાં પંજાબમાં કંગનાની ફિલ્મનો ઘણો વિરોધ થયો હતો અને શીખ સંગઠનોએ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. ફિલ્મ સામે આરોપ છે કે તેમાં શીખ સમુદાયને ઐતિહાસિક રીતે ખોટું દર્શાવવામાં આવ્યું છે, જેનાથી તેમની છબીને નુકસાન થાય છે. હવે તેલંગાણાના એક શીખ સંગઠને ફિલ્મને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. જે બાદ સરકાર ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદાકીય સલાહ લઈ રહી છે.

Advertisement

માહિતી અનુસાર, પૂર્વ IPS અધિકારી તેજદીપ કૌરના નેતૃત્વમાં તેલંગાણા શીખ સમાજનું 18 સભ્યોનું પ્રતિનિધિમંડળ સચિવાલયમાં સરકારના સલાહકાર મોહમ્મદ અલી શબ્બીરને મળ્યું અને 'ઇમરજન્સી'ના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. પ્રતિનિધિ મંડળે એક રજૂઆત પણ કરી હતી અને ફિલ્મમાં શીખ સમુદાયના ચિત્રણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

માહિતી અનુસાર, પૂર્વ IPS અધિકારી તેજદીપ કૌરના નેતૃત્વમાં તેલંગાણા શીખ સમાજનું 18 સભ્યોનું પ્રતિનિધિમંડળ સચિવાલયમાં સરકારના સલાહકાર મોહમ્મદ અલી શબ્બીરને મળ્યું અને 'ઇમરજન્સી'ના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. પ્રતિનિધિ મંડળે એક રજૂઆત પણ કરી હતી અને ફિલ્મમાં શીખ સમુદાયના ચિત્રણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

સંગઠનના પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો છે કે કંગનાની ફિલ્મ શીખોને 'આતંકવાદી અને રાષ્ટ્ર વિરોધી' તરીકે બતાવે છે અને શીખોને આ રીતે દર્શાવવાથી 'ભાવનાઓને ઠેસ પહોંચે છે' અને તેમની છબીને નુકસાન થાય છે. અખબારી યાદીમાં શબ્બીરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ શીખ સમુદાયના નેતાઓને ખાતરી આપી છે કે રાજ્ય સરકાર કાયદાકીય સલાહ લઈ રહી છે અને કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી' પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે.

તમને જણાવી દઈએ કે, કંગના 'ઇમરજન્સી'માં ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલ કરવાની સાથે કંગના આ ફિલ્મની પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ છે. હાલમાં જ કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'સત્ય બતાવવાના સંદર્ભમાં' તેની ફિલ્મની સરખામણી ઓસ્કાર વિજેતા હોલીવુડ ફિલ્મ 'ઓપેનહેઇમર' સાથે કરી શકાય છે. 'ઇમર્જન્સી' 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement