કોમેડિયન સુનીલ પાલ પોતાના અપહરણની વાત કરી ફસાયો
કથિત અપહરણકાર સાથે વાત કરતી ઓડિયો ક્લીપ વાઇરલ
ફેમસ કોમેડિયન સુનીલ પાલ પોતાના જ અપહરણ કેસમાં ફસાઈ રહ્યો છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. તેનો એક ઓડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુનીલ પાલ કિડનેપર સાથે વાત કરતા જોવા મળે છે. આ ઓડિયો ક્લિપ સામે આવતાં જ ખળભળાટ મચી ગયો છે.
આ ઓડિયો ક્લિપમાં સુનીલ પાલ કિડનેપરને કહે છે - કોઈને કંઈ કહ્યું નથી… અરે, જ્યારે કોઈ પાછળ પડી જાય તો કંઈક તો કહેવુંને ભાઈ. આના પર કિડનેપર કહે છે - હા સાહેબ, વાત એ છે કે તમે કહ્યું તેમ અમે કર્યું, પરંતુ તેમ છતાં તમે આ કરી રહ્યા છો, તો તે ખોટું છે ને? આના પર સુનીલ પાલ કહે છે- ગભરાશો નહીં ગભરાશો નહીં મેં તમારામાંથી કોઈનું નામ નથી લીધું. અને અન્ય કોઈની પાસેથી કંઈ મળી આવ્યું નથી. મેં બસ આજ કહ્યું છે અને પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. સુનીલની વાત સાંભળીને કિડનેપર કહે છે - તમે તમારી પત્નીને નથી કહ્યું ભાઈ? શું તમે તેને આના વિશે કંઈ જણાવ્યું ન હતું?
પત્નીએ આ બધું કર્યું? તેના પર સુનીલ પાલ કહે છે- અરે ભાઈ, સોશિયલ મીડિયા અને સાયબર લોકોએ તેને પકડી લીધું ભાઈ. મિત્રો વગેરે તમામે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પછી કંઈક કહેવું પડેને. જેના પર કિડનેપર કહે છે- હા, ઠીક છે! તમે જુઓ અને પછી તમને જે લાગે તે કરો. અમે તમારી પાછળ છીએ, તમે કહેશો તેમ કરીશું. બાય ધ વે, ક્યારે મળીશું? તો સુનીલ પાલ કહે છે - અત્યારે યોગ્ય સમય નથી.