KBCમાં કર્નલ સોફિયા ખોલશે ઓપરેશન સિંદૂરના રહસ્યો
વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ, કમાન્ડર દેવસ્થલી સાથે સ્વતંત્રતા દિવસનો ખાસ કાર્યક્રમ અમિતાભ બચ્ચને શૂટ કર્યો, પ્રોમો રિલીઝ
કૌન બનેગા કરોડપતિ 17માં અભિનેતા અમિતાભ બચ્ચને કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલીનું સ્વાગત કર્યું. આગામી એપિસોડ સ્વતંત્રતા દિવસના ખાસ કાર્યક્રમ તરીકે શૂટ કરવામાં આવ્યો છે. બિગ બી કૌન બનેગા કરોડપતિ (KBC) 17ના હોસ્ટ તરીકે પાછા ફર્યા છે. આગામી સ્વતંત્રતા દિવસના ખાસ કાર્યક્રમનો પ્રોમો રિલીઝ કર્યો જેમાં તેઓ ઈન્ડિયન ડિફેન્સ ફોર્સ નેશનલ આઈકનને હોસ્ટ કરતા જોવા મળશે.
કર્નલ સોફિયા કુરેશી (ભારતીય સેના), વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ (ભારતીય વાયુસેના) અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી (ભારતીય નૌકાદળ) સાથેનો આગામી એપિસોડ દેશભક્તિથી ભરેલો હશે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓપરેશન સિંદૂર વિશે આ સૈનિકો સાથે મેગાસ્ટારની વાતચીતની એક ઝલક શેર કરી છે, જેમાં સોફિયા આ ઓપરેશન વિશે કેટલાક રહસ્યો જાહેર કરતાં જોવા મળ્યાં હતાં.
ક્લિપની શરૂૂઆત કર્નલ સોફિયા વિંગ કમાન્ડર વ્યોમિકા અને કમાન્ડર પ્રેરણા સાથે હોટ સીટ પર બેસવા માટે આવે છે, ત્યાંથી થાય છે. બચ્ચન સાથે વાત કરતી વખતે, તેમણે કહ્યું- પાકિસ્તાન આવું કરતું રહે છે. તેથી જવાબ આપવો જરૂૂરી હતો સર. એટલા માટે ઓપરેશન સિંદૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, કમાન્ડર વ્યોમિકાએ આગળ કહ્યું- રાત્રે 1:05 થી 1:30 વાગ્યા સુધી, 25 મિનિટમાં ખેલ ખતમ રી દીધો. કમાન્ડર પ્રેરણાએ કહ્યું- ટાર્ગેટ અચીવ પણ થઈ ગયા અને કોઈ નાગરિકને નુકસાન પણ થયું નહીં.
પ્રોમોના અંતે, કર્નલ સોફિયાએ કહ્યું - આ એક નવું ભારત છે જેમાં નવી વિચારસરણી છે. ત્યારબાદ અમિતાભ બચ્ચને ભારત માતા કી જયના નારા લગાવ્યા. ઓપરેશન સિંદૂર એ ભારતીય સેના અને ભારતીય વાયુસેનાનું સંયુક્ત ઓપરેશન હતું જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા. તે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાનો જવાબ હતો, જેમાં 22 નાગરિકો માર્યા ગયા હતા.