For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલિવૂડનો ‘બાદશાહ’ વિશ્ર્વનો ચોથો સૌથી ધનિક અભિનેતા

05:27 PM May 02, 2025 IST | Bhumika
બોલિવૂડનો ‘બાદશાહ’ વિશ્ર્વનો ચોથો સૌથી ધનિક અભિનેતા

આર્નોલ્ડ શ્ર્વાર્ઝેનેગર પ્રથમ સ્થાને, એસ્કવાયર દ્વારા વિશ્ર્વના ટોચના 10 ધનિક કલાકારોની યાદી જાહેર

Advertisement

હોલીવુડના લેજેન્ડ અને બોલીવુડ આઈકોન હંમેશા તેમની લોકપ્રિયતા માટે જાણીતા રહ્યા છે. પરંતુ આમાંના ઘણા સ્ટાર્સ માટે એક્ટિંગ એ માત્ર શરૂૂઆત હતી. વધુ સારા બિઝનેસ અને વ્યૂહાત્મક રોકાણ સાથે, ઘણા કલાકારોએ એવા સામ્રાજ્યોનું નિર્માણ કર્યું છે જે ફિલ્મના સેટ કરતા ઘણા સારા છે. મૂવી ટિકિટોનું વેચાણ પહેલા જેવું ન હોવા છતાં, ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ હજી પણ તેના પ્રોજેક્ટ્સ બનાવવામાં અબજો ડોલરનો ખર્ચ કરે છે.

ટોચના કલાકારોને લાખો કરોડો ફી ચૂકવાય છે અને તેઓ ઘણી નવીન રીતે તેમની સંપત્તિમાં અનેકગણો વધારો કરી રહ્યા છે ઊતિીશયિ દ્વારા દુનિયાના સૌથી ટોપ 10 ધનિક એક્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ ટોપ 10 યાદીમાં માત્ર એક બોલીવુડ એક્ટરને ચોથા ક્રમે સ્થાન મળ્યું છે. આ યાદીમાં સામેલ કલાકારોનું ટોચ પર પહોંચવાનું કારણ માત્ર તેમની પરફોર્મન્સ ફી જ નથી. મોટા ભાગના કિસ્સાઓમાં, તેમની નેટવર્થમાં અભિનેતાઓ દ્વારા રિયલ એસ્ટેટના સોદાઓ, તેજીવાળા વ્યવસાયિક સાહસો અને આકર્ષક ખર્ચાળ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો સમાવેશ થાય છે.

Advertisement

એસ્ક્વાયરે તાજેતરમાં જ વિશ્વના ટોચના 10 સૌથી ધનિક કલાકારોની સૂચિ બહાર પાડી છે આ લિસ્ટમાં જાણીતા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે પોતાના સ્ટારડમને એક મોટા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું.

આ લિસ્ટમાં ભારતના એકમાત્ર અભિનેતા શાહરૂૂખ ખાનનો સમાવેશ થાય છે.
વિશ્વના સૌથી અમીર કલાકારોની યાદીમાં બોલિવૂડના કિંગ ખાન ચોથા નંબરે છે. શાહરૂૂખ ખાન ભારતમાં લોકપ્રિયતા, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને તેના ચાહકો અને વિશ્વભરમાં લોકપ્રિયતાને કારણે ઘણા હોલીવુડ કલાકારો કરતા વધુ ધનિક છે.

શાહરૂૂખ ખાન ભારતનો સૌથી ધનિક અભિનેતા છે અને વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓમાં ચોથા નંબર પર છે. એસ્ક્વાયરની યાદી અનુસાર શાહરૂૂખ ખાનની કુલ નેટવર્થ 876.5 મિલિયન ડોલર (74,18,15,90,473 રૂૂપિયા) છે.

ગ્લોબલ રિચ લિસ્ટમાં ભારતના સૌથી મોટા મૂવી સ્ટારે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વર્ષ 2023માં શાહરૂૂખ ખાને બોક્સ ઓફિસ પર પઠાન અને જવાન 2 સુપરહિટ ફિલ્મો આપી હતી જેણે વિશ્વભરમાં કુલ 2000 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી.
પરંતુ તેના સામ્રાજ્યમાં અન્ય ઘણી મિલકતોનો પણ સમાવેશ થાય છે જેમાં રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ સ્ટુડિયો, આઇપીએલ ટીમ (કોલકાતા નાઇટ રાઇડર્સ) અને ઘણી ઉચ્ચ-મૂલ્યના એન્ડોર્સમેન્ટ્સ અને રોકાણોનો સમાવેશ થાય છે.

દુનિયાના સૌથી ધનિક અભિનેતા યાદી
1 આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર 1.49 મિલિયન ડોલર
2 ડ્વેન ધ રોક જહોનસન 1.19 મિલિયન ડોલર
3 ટોમ ક્રુઝ 891 મિલિયન ડોલર
4 શાહરૂૂખ ખાન 876.5 મિલિયન ડોલર
5 જ્યોર્જ ક્લૂની 742.8 મિલિયન ડોલર
6 રોબર્ટ ડી નીરો 735.35 મિલિયન ડોલર
7 બ્રાડ પિટ 594.23 મિલિયન ડોલર
8 જેક નિકોલસન 590 મિલિયન ડોલર
10 જેકી ચેન 557.09 મિલિયન ડોલર

Advertisement
Tags :
Advertisement
Advertisement