ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિગ બોસ OTT 3: અનિલ કપૂરનો ચાલ્યો જાદુ,બનાવ્યો આ નવો રેકોર્ડ

11:04 AM Jul 02, 2024 IST | admin
Advertisement

અનિલ કપૂરે 'બિગ બોસ OTT'ની સીઝન 3 સાથે ડિજિટલ સ્ટ્રીમિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે. સલમાન ખાનના રિયાલિટી શોમાં અગાઉ ઘણી વખત ગેસ્ટ તરીકે ભાગ લઈ ચુકેલા અનિલ કપૂર હવે Jio સિનેમા પર 'Big Boss OTT'ની ત્રીજી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. તેમની નવી શૈલીને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને તેથી જ 8.8 મિલિયન અથવા 80 લાખથી વધુ વ્યૂ સાથે અનિલ કપૂરના રિયાલિટી શોએ ગયા અઠવાડિયે ભારતીય સ્ટ્રીમિંગ સ્પેસમાં સૌથી વધુ જોવાયેલા શો અને ફિલ્મોની યાદીમાં એક પદ મેળવ્યું છે.

Advertisement

અનિલ કપૂરની બિગ બોસ ઓટીટીની સાથે, સાક્ષી તંવરની 'શર્મા જી કી બેટી' અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'રૌતુ કા રાઝ' જેવી કેટલીક પ્રખ્યાત ફિલ્મો, આ સિવાય 'પંચાયત' અને 'કોટા ફેક્ટરી' બિગ બોસની વેબ સિરીઝ સાથે પણ સીધી સ્પર્ધા હતી. પરંતુ આ બધી ફિલ્મો અને વેબ સિરીઝને પાછળ છોડીને અનિલ કપૂરે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ખરેખર, બિગ બોસ ઓટીટીની પ્રથમ અને બીજી સીઝનની તુલનામાં, આ શોની ત્રીજી સીઝન એકદમ અલગ અને પડકારજનક છે.

Tags :
Anil Kapooranil kapoor new recordbigbossbigboss OTT 3indiaindia news
Advertisement
Next Article
Advertisement