બિગ બોસ-19 ઓગસ્ટના શરૂ થશે, સલમાન ઉપરાંત ત્રણ હોસ્ટ, પ્રથમ OTT પર આવશે
સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની નવી સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લેટેસ્ટ અપડેટ્સ અનુસાર, દર્શકોની આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. બિગ બોસ 19 ની પ્રીમિયર ડેટ જાહેર થઈ ગઈ છે, જે મુજબ આ શો ઓગસ્ટમાં શરૂૂ થવાનો છે. આ સિવાય, રિયાલિટી શોના કેટલાક ક્ધટેસ્ટન્ટના નામ પણ સામે આવ્યા છે.
અહેવાલ મુજબ, બિગ બોસ 19 પાંચ મહિના સુધી ચાલશે અને આ સિઝન અત્યાર સુધીની સૌથી લાંબી સિઝન હશે. સલમાન ખાનનો આ રિયાલિટી શો ઓગસ્ટના છેલ્લા સપ્તાહના અંતે એટલે કે 29 અને 30 ઓગસ્ટે ટેલિકાસ્ટ થશે. તેની સત્તાવાર જાહેરાત જુલાઈના અંત સુધીમાં થઈ શકે છે. ખાસ વાત એ છે કે સલમાન ખાન એકલા બિગ બોસ 19 હોસ્ટ નહીં કરે, પરંતુ તેમના સિવાય 3 વધુ હોસ્ટ આ શોને હોસ્ટ કરશે.
બિગ બોસ 19 પાંચ મહિના સુધી ચાલશે, જેમાંથી સલમાન ખાન ત્રણ મહિના માટે શો હોસ્ટ કરશે. શો માટે સલમાનનો કરાર ફક્ત ત્રણ મહિના માટે છે અને કરાર સમાપ્ત થયા પછી, ફરાહ ખાન, કરણ જોહર અને અનિલ કપૂર બિગ બોસ 19 ને આગળ હોસ્ટ કરી શકે છે. જોકે, સલમાન ખાન ગ્રાન્ડ ફિનાલેમાં ફરી એકવાર શોનું સંચાલન કરતા જોવા મળશે. આનો અર્થ એ છે કે આ શો ટીવી અને OTT પર એકસાથે ચાલશે. જોકે, નવા એપિસોડ પહેલા Jio Hotstar પર આવશે અને દોઢ કલાક પછી તે જ એપિસોડ કલર્સ ટીવી પર બતાવવામાં આવશે. બિગ બોસ 19 ના ક્ધટેસ્ટન્ટ્સ વિશે વાત કરીએ તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં તેના ઓડિશન ચાલી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે.
શોની શરૂૂઆતમાં લગભગ 15 ક્ધટેસ્ટન્ટ જોવા મળશે, ત્યારબાદ ત્રણથી પાંચ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઓ થશે. અત્યાર સુધીમાં, શો માટે 20 થી વધુ સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સને સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી લતા સભરવાલ, આશિષ વિદ્યાર્થી, રામ કપૂર, અલીશા પંવાર, મુનમુન દત્તા, ચિંકી મિંકી, પૂરવ ઝા અને કૃષ્ણા શ્રોફનો સંપર્ક કરવામાં આવ્યો છે મિસ્ટર ફૈસુ, અનિતા હસનંદાની, ખુશી દુબે, ગૌરવ તનેજા, ગૌતમી કપૂર, ધીરજ ધૂપર, અપૂર્વ મુખિજા, તનુશ્રી દત્તા, શરદ મલ્હોત્રા અને મમતા કુલકર્ણી પણ બિગ બોસ 19 નો ભાગ બની શકે છે.