For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિગબોસ-18નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે, વિજેતાને મળશે 50 લાખ અને ટ્રોફી

02:36 PM Jan 17, 2025 IST | Bhumika
બિગબોસ 18નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે  વિજેતાને મળશે 50 લાખ અને ટ્રોફી

ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 18 ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ સીઝને ચાહકોને શરુઆતથી લઈ અત્યારસુધી પોતાના રોમાંચ, ડ્રામા અને ઈમોશનલ મોમેન્ટથી જોડાયેલા રાખ્યા છે. હવે ચાહકો ફિનાલેની રાહ જોઈ રહ્યા છે. બિગ બોસ 18નો ફિનાલે 19 જાન્યુઆરી 2025ના રાત્રે 9 કલાકથી શરુ થશે.
જે અંદાજે 3 કલાક સુધી ચાલશે. કલર્સ ટીવી પર શોનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેમજ જિઓ સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે.

Advertisement

જેમ જેમ શો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે, ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે કયો સ્પર્ધક 50 લાખ રૂૂપિયાની ઇનામ રકમ અને બિગ બોસ ટ્રોફી જીતશે. સ્પર્ધકની લોકપ્રિયતા અને તેની રમતના આધારે વોટિંગ થઈ રહ્યું છે. જેમ જેમ ફિનાલે આગળ વધી રહ્યો છે તેમ શો વધુ રસપ્રદ બની રહ્યો છે.

બિગ બોસના ઘરમાંથી શ્રુતિકા અને ચાહત વીકએન્ડના વારમાં બહાર થશે. હવે બિગ બોસ 18ના ફિનાલેના ટોપ 5 સ્પર્ધકનું લિસ્ટ સામે આવ્યું છે.

Advertisement

લેટેસ્ટ લિસ્ટ મુજબ રજત દલાલ નંબર 1, વિવિયન ડીસેના બીજા નંબર, કરણવીર મેહરા ત્રીજા નંબર, શિલ્પા શિરોડકર ત્રીજા, ચોથા નંબર પર અવિનાશ મિશ્રા આવ્યો છે. હવે, બિગ બોસ 18ના ઘરમાં વિવિયન ડીસેના, કરણ વીર મહેરા, ચુમ દરંગ, શિલ્પા શિરોડકર, રજત દલાલ, ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા છે. તો જોવાનું રહેશે કે, બિગ બોસ 18નો વિજેતા ક્યો ખેલાડી બને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement