For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપરસ્ટાર સિંગર-3ના વિજેતા બન્યા અથર્વ બક્ષી અને અવિર્ભવ

04:59 PM Aug 05, 2024 IST | admin
સુપરસ્ટાર સિંગર 3ના વિજેતા બન્યા અથર્વ બક્ષી અને અવિર્ભવ

ટ્રોફીના સાથે 10-10 લાખ ઇનામી રક્મ પણ મેળવી

Advertisement

બિગ બોસ ઓટીટી સીઝન 3 ના અંત પછી, સુપરસ્ટાર સિંગર 3 ની ગ્રાન્ડ ફિનાલે 4 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. ગ્રાન્ડ ફિનાલેમાં તમામ સ્પર્ધકો તેમના પરફોર્મન્સથી નિર્ણાયકોનું દિલ જીતતા જોવા મળ્યા હતા. અંતે, કેરળના અવિર્ભવ એસ અને ઝારખંડના અથર્વ બક્ષીએ સુપરસ્ટાર સિંગર 3 ની ટ્રોફી જીતી. ટ્રોફીની સાથે બંનેને લાખોની ઈનામી રકમ પણ મળી છે.અવિર્ભવ-અર્થવે સુપરસ્ટાર સિંગર 3 જીત્યો.

લગભગ 5 મહિના પછી સુપરસ્ટાર સિંગર 3 ને તેનો વિજેતા મળ્યો છે. અવિર્ભાવ અને અર્થવ આ સિઝનના વિજેતા બન્યા હતા. ટ્રોફી ઉપરાંત બંને વિજેતાઓને 10-10 લાખ રૂૂપિયાની ઈનામી રકમ પણ મળી હતી. અવિર્ભાવ અને અર્થવ તેમની ગાયકી વડે શોના નિર્ણાયકો, સેલેબ્સ અને લોકોના દિલ જીતતા રહ્યા. મહિનાઓની મહેનત રંગ લાવી. આખરે બંનેનું સિંગિંગ શો જીતવાનું સપનું પૂરું થયું.અથર્વની સરખામણી અરિજીત સિંહ સાથે કરવામાં આવી હતી.ઓડિશનથી જ હજારીબાગના 12 વર્ષના અથર્વ બક્ષીએ પોતાના અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. સુપર જજ નેહા કક્કરે તેની સરખામણી ગાયક અરિજીત સિંહ સાથે કરી હતી. પીઢ સંગીતકાર લક્ષ્મીકાંતને પર્ફોર્મન્સ જોઈને ભાવુક થઈ ગયા. બીજી તરફ કોચીના પ્રતિભાશાળી કલાકાર અવિર્ભવ એસ પણ ગાયકીમાં ઓછા નથી. તેણે ઉદિત નારાયણ અને ગીતા કપૂર જેવા મહેમાનોને શોમાં તેના ગાયનથી આશ્ચર્યચકિત કર્યા.

Advertisement

આખી સીઝન દરમિયાન તેને શોની ટીમ તરફથી ઘણો પ્રેમ પણ મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement