અનુપમ ખેરે ગાંધીજીના રોલ માટે એક વર્ષથી નોનવેજ-દારૂ બંધ કર્યા
અનુપમ ખેર હવે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ પધ બેન્ગોલ ફાઇલ્સથમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવા માટે પૂરેપૂરા તૈયાર છે. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમણે મહાત્મા ગાંધીના પાત્રમાં ઢળવા માટે એક વર્ષ સુધી કડક શિસ્તબદ્ધ જીવન જીવ્યું છે અને માંસાહારી ભોજન તેમ જ શરાબનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે.
અનુપમ ખેરે વધુમાં જણાવ્યું હતું કે પમહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવી એ કોઈ પણ અભિનેતા માટે સપનું હોય છે. મારે આ ભૂમિકા માટે એક વર્ષ સુધી સખત મહેનત કરવી પડી. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના પાત્રને ન્યાય આપવા માટે વજન તો ઘટાડ્યું જ છે, સાથે-સાથે ગયા ઑગસ્ટથી માંસાહારી ભોજન કરવાનું અને દારૂૂ પીવાનું બંધ કર્યું છે. ધ બેન્ગોલ ફાઇલ્સ 1946ના ગ્રેટ કલકત્તા કિલિંગ્સનાં રમખાણો અને નોઆખલી રમખાણો પર આધારિત છે. આ ફિલ્મમાં 1940ના દાયકાની ડાયરેક્ટ ઍક્શન ડે જેવી ઘટના કેન્દ્રમાં છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શનકુમાર જેવા કલાકારો પણ છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવાની યોજના છે. પ્રથમ ભાગ ધ બેન્ગોલ ફાઇલ્સ : રાઇટ ટુ લાઇફ 2025ની પાંચ સપ્ટેમ્બરે રિલીઝ થશે પણ બીજા ભાગની રિલીઝ-ડેટ હજી જાહેર થઈ નથી.