સિધ્ધાર્થ સાથે રોમેન્ટિક કોમેડી લીડ રોલ માટે અનન્યા-શ્રીલીલા વચ્ચે સ્પર્ધા
સિદ્ધાર્થ મલહોત્રાએ મોટા બજેટની રોમેન્ટિક કોમેડી સાઈન કરી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર મહાવીર જૈનની ઈચ્છા તેને ફ્રેન્ચાઈઝી સ્વરૂૂપે ડેવલપ કરવાની છે. ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે લીડ રોલમાં એક્ટ્રેસ હજુ ફાઈનલ થઈ નથી. લીડ રોલ માટે શ્રીલીલા અને અનન્યા વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોવાનું કહેવાય છે.
ફિલ્મ મેકર્સ હાલ બે નામ વિચારી રહ્યા છે. સિદ્ધાર્થ સાથે નવી પેઢીની એક્ટ્રેસને લેવાની તેમની ઈચ્છા છે, જેમાં અનન્યા પાંડે અને શ્રીલીલાના નામ મોખરે છે. આ બંને એક્ટ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. બંને એક્ટ્રેસ અને ફિલ્મની ટીમે સંખ્યાબંધ બેઠકો કરી છે. અનન્યા અને શ્રીલીલા બંને આ રોલ માટે ઉત્સુક છે. હવે મેકર્સ સાથેની વાતચીત કોને ફળે છે તે જોવું રહ્યું.
અનન્યા અને શ્રીલીલાએ છેલ્લા એકાદ વર્ષમાં અસરકારક કામ કર્યું છે. અક્ષય કુમાર સાથે કેસરી 2 મા અનન્યાના પરફોર્મન્સના વખાણ થઈ રહ્યા છે. પુષ્પા 2 મા કિસિક ગીત પછી શ્રીલીલાની લોકપ્રિયતા વધી છે. શ્રીલીલાને કાર્તિક આર્યન સાથે એક ફિલ્મ મળેલી છે, જે દિવાળીમાં રિલીઝ થવાની છે. આમ બંને એક્ટ્રેસ પોતાની ટેલેન્ટ પુરવાર કરી ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂૂ કરવાનું આયોજન છે. ફિલ્મને મોટા બજેટ સાથે બનાવવાની હોવાથી એક્ટ્રેસની સાથે એક કરતાં વધુ ફિલ્મની ડીલ થઈ શકે છે.