અમિતાભ બચ્ચનનો આજે ૮૩મો જન્મદિવસ: ઘરની બહાર ભવ્ય ઉત્સવ જેવો માહોલ, હજારો લોકો જલસાની બહાર એકઠા થયા
આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ચાહકો તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પર મોટી સંખ્યામાં ચાહકો તેમને શુભેચ્છા પાઠવવા માટે તેમના ઘરની બહાર એકઠા થયા છે.
તેમના ઘરની બહાર ઘણા બધા લોકો રાત્રે એકઠા થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે પછી તેમણે કેક કાપ્યો હતો. સાથે જ મીઠાઈ વહેંચીને જોર જોરથી હેપ્પી બર્થ ડે અમિત જીના નામની બૂમો પાડી હતી. ઘણા ફેન્સ તેમના પ્રખ્યાત રોલ કુલી વિજયના ગેટઅપમાં ત્યાં પહોંચ્યા હતા. તેમના ઘરની બહાર જાણે કે ભવ્ય ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સુપરસ્ટારના ઘરની બહારનું વાતાવરણ સંપૂર્ણપણે ઉત્સવપૂર્ણ હતું. સુરક્ષા કારણોસર ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
દર વર્ષે જ્યારે પણ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ આવે છે, ત્યારે તેમના શો 'કૌન બનેગા કરોડપતિ'ના નિર્માતાઓ તેને ખાસ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. આ વર્ષે, બિગ બીએ KBCના સેટ પર તેમનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. દિગ્ગજ લેખક જાવેદ અખ્તર તેમના પુત્ર, દિગ્દર્શક-અભિનેતા ફરહાન અખ્તર સાથે ખાસ પ્રસંગે પહોંચ્યા હતા.