For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિતાભ બચ્ચને શરૂ કર્યુ કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનનું શૂટિંગ

10:57 AM Aug 08, 2025 IST | Bhumika
અમિતાભ બચ્ચને શરૂ કર્યુ કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનનું શૂટિંગ

જહાં અકલ હૈ, વહાં અકડ હૈ ટેગલાઇન

Advertisement

અમિતાભ બચ્ચને તેમના લોકપ્રિય ક્વિઝ-શો કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનનું શૂટિંગ શરૂૂ કરી દીધું છે અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની માહિતી આપી છે. અમિતાભે પોસ્ટ શેર કરીને લખ્યું છે, કામ પર પહોંચી ગયો. નવો દિવસ, નવી તક, નવા પડકારોને પ્રણામ. અમિતાભની આ પોસ્ટ જોઈને તેમના ફેન્સ બહુ ખુશ થયા છે. કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનની ટેગલાઇન છે જહાં અકલ હૈ, વહાં અકડ હૈ. કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનની શરૂૂઆત 11 ઑગસ્ટથી શરૂૂ થવાની જાહેરાત થઈ ગઈ છે. આ શો સોમવારથી શુક્રવારે રાતે 9 વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થશે. રિપોર્ટ પ્રમાણે આ સીઝનમાં એક એપિસોડ હોસ્ટ કરવા માટે તેમને પાંચ કરોડ રૂૂપિયા જેટલી માતબર ફી ચૂકવવામાં આવી છે. જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement