મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનની તસવીર પર્સમાં રાખે છે અક્ષયકુમાર
11:01 AM May 30, 2025 IST | Bhumika
અક્ષય કુમાર વારંવાર મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. હાલમાં તેણે પોતાની કોમેડી ફિલ્મ હાઉસફુલ 5ના ટ્રેલર-લોન્ચ દરમિયાન ફરી એક વાર ચાર્લી પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વાત કરી અને જણાવ્યું કે તે તેમનો ફોટો પોતાના વોલેટમાં રાખે છે.
Advertisement
ઇવેન્ટ દરમિયાન જ્યારે મીડિયાએ હાઉસફુલ 5માં કરવામાં આવેલી કોમેડીની વાત કરી તો અક્ષય કુમારે કહ્યું, જો હું ભૂલ ન કરું તો કોમેડી કરવાનું સરળ નથી.
નાનાસાહેબ, રિતેશ અને અભિષેકે ઘણીબધી કોમેડી ફિલ્મો કરી છે. હું ચાર્લી ચેપ્લિનનો ખૂબ મોટો ચાહક છું. ત્યાર પછી અક્ષયે પત્રકારોને પૂછ્યું કે શું તેઓ તેમના વોલેટમાં રાખેલો ચાર્લીનો ફોટો જોવા માગે છે? મીડિયાએ એકસાથે હા કહી એ પછી અક્ષયે પોતાના વોલેટમાંથી ચાર્લી ચેપ્લિનનો ફોટો કાઢી બતાવ્યો હતો.
Advertisement
Advertisement