અજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
અજય દેવગણની વર્ષ-2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર-2’ 25 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી પાંડે, કુબ્રા સૈત, વિંદુ દારાસિંહ, મુકુલ દવે, શરત સક્સેના, અશ્વિની કાલસેકર, રોશની વાલિયા અને સાહિલ મેહતા જેવા કલાકારોની ટીમ છે. આ કોમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મનું ટ્રેલર ‘સન ઓફ સરદાર’ની રોલરકોસ્ટર રાઈડની યાદ અપાવે છે. સાથે સ્ટાર્સની મસ્તીથી ભરેલુ જીવન પણ દર્શાવાયુ છે. એક સીનમાં તો અજય સની દેઓલની બોર્ડર ફિલ્મની વાર્તા પણ સંભળાવતા જોવા મળી રહ્યો છે. જસ્સીની ભૂમિકામાં અજય ખૂબજ રોમાંચક દેખાઈ રહ્યો છે. તેના ડાઈલોગ્સથી ઓડિયન્સના જરૂૂર ખુશખુશાલ થઈ જશે. ઉંશજ્ઞ સ્ટૂડિયોઝ અને દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અને દેવગન ફિલ્મ્સ અને જઘજ 2 લિમિટેડ દ્વારા નિર્મિત ‘સન ઓફ સરદાર 2’ 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થશે. ટ્રેલર જોઈને ચાહકો સુપરએક્સાઇટેડ થઈ ગયા છે.