RRR પછી જુનિયર NTR સાલારમાં કમબેક કરશે
આ ફિલ્મમાં ભરપૂર એકશન, ડ્રામા જોવા મળશે
આરઆરઆરમાં દમદાર ઍક્ટિંગ કરીને લોકોનું ધ્યાન ખેંચનાર જુનિયર એનટીઆર અને સાલારના ડિરેક્ટર પ્રશાંત નીલ હવે ડ્રેગન નામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને 'NTRNeel તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ જાણવાની ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી, પણ હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. હવે આ ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે.
આ ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે પ્રશાંત નીલ અને જુનિયર એનટીઆરની પાવરપેક જોડી 2026ની પચીસમી જૂને પોતાની દમદાર વાર્તા સાથે થિયેટરમાં આવી રહી છે. હાલમાં ફિલ્મ ડ્રેગનની વાર્તાની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ આ બહુ ભવ્ય પ્રોજેક્ટ છે. મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર ઍક્શન, ડ્રામા અને માસ અપીલ હશે. માનવામાં આવે છે કે આ ફિલ્મ 1960ના દાયકાના કલકત્તા પર આધારિત છે. ચર્ચા છે કે આ ફિલ્મ ગોલ્ડન ટ્રાયેન્ગલની વાર્તા છે.