For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૌન બનેગા કરોડપતિ સીઝન-17ના પ્રથમ કરોડપતિ બન્યા આદિત્યકુમાર

10:48 AM Aug 21, 2025 IST | Bhumika
કૌન બનેગા કરોડપતિ સીઝન 17ના પ્રથમ કરોડપતિ બન્યા આદિત્યકુમાર

ગુરુવારે સાંજે સોની લિવના લોકપ્રિય રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ-17 ના સેટ પર આદિત્ય કુમાર એ નામ છવાઈ ગયું. આદિત્ય કુમારે 17મી સીઝનનો પહેલો કરોડપતિ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. આદિત્યએ 1 કરોડ રૂૂપિયાના પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે. આદિત્યએ આગળ કહ્યું, ‘આ વખતે જ્યારે મને શોમાંથી ફોન આવ્યો, ત્યારે કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો.

Advertisement

જ્યારે મેં તેમને સંદેશ બતાવ્યો, ત્યારે જ તેમને લાગ્યું કે આ વખતે તે સાચું છે. આ અંગે અમિતાભે કહ્યું કે ‘તમે ફક્ત શો સુધી પહોંચ્યા નથી, હવે તમે રમતમાં પણ ખૂબ આગળ આવી ગયા છો.’ આદિત્ય રમતના 16મા અને છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધતા જોવા મળે છે. તે બિગ બીને કહે છે કે તે જોખમ લેવા અને પ્રયાસ કરવા તૈયાર છે. ઊંઇઈ ટીવીની દુનિયાનો સૌથી લોકપ્રિય શો છે અને અત્યાર સુધી તેની 16 સીઝન આવી ગઈ છે. હવે 17મી સીઝન ચાલી રહી છે અને તેનો એપિસોડ સોની ટીવી પર પ્રીમિયર થઈ રહ્યો છે.

અમિતાભ બચ્ચને પણ આદિત્યને 1 કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપવા બદલ બ્રેઝા કાર આપી. આ સાથે મારુતિ સુઝુકીએ પણ આદિત્યને કરોડપતિ બનવા બદલ અભિનંદન આપ્યા. આ સાથે તેમણે તેને કાર ભેટમાં આપી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. અમિતાભ બચ્ચને પણ આદિત્યની પ્રશંસા કરી. એમ પણ કહ્યું કે તમે સારી તૈયારી કરી હતી અને તમારા જવાબોમાં તમારો અનુભવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
આદિત્ય કુમારે 7 કરોડના પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. આદિત્ય આ પ્રશ્ન અંગે ખૂબ જ શંકાસ્પદ હતો અને તેણે રમત છોડી દેવાનું પસંદ કર્યું. આદિત્ય કુમારે 1 કરોડ રૂૂપિયા જીત્યા છે અને આ સિઝનનો પહેલો કરોડપતિ બન્યો છે. આદિત્યને 1 કરોડ રૂૂપિયાની જીતની રકમ મળી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement