રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લગ્નના તાંતણે બંધાયા અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ, 400 વર્ષ જૂના મંદિરમાં લીધા સાત ફેરા, મેરેજની તસવીર થઈ વાયરલ

12:49 PM Sep 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

'હીરામંડી' અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, 'તમે મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા સિતારા છો. તમને જણાવી દઈએ કે, બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો બંનેની સાદગીના વખાણ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/C_95cVpSt7H/?utm_source=ig_web_copy_link

અદિતિએ ગોલ્ડન ઝરી વર્કવાળો લહેંગા પહેર્યો છે. આ જ લહેંગાને મેચિંગ ગોલ્ડન બ્લાઉઝ સાથે પહેર્યું છે. વરરાજા સિદ્ધાર્થે ધોતી અને લુંગી પહેરી છે. . સામાન્ય લોકોની સાથે ખાસ લોકો પણ કપલની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે બંનેએ સવારે સાઉથ ઇન્ડિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમજ તમામ ધાર્મિક વિધિઓનું પાલન કર્યું હતું. કપલે સનલાઇટ બેકગ્રાઉન્ડ રાખ્યું છે, જેના કારણે તસવીરો ખૂબ જ સુંદર લાગે છે. અદિતિ અને સિદ્ધાર્થ કેમેરા સામે સરસ પોઝ આપી રહ્યા છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

અદિતિ અને સિદ્ધાર્થની માર્ચ 2023માં સગાઈ થઈ હતી. આ કપલે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે રિંગ બતાવી હતી અને ચાહકોને તેમની સગાઈના સમાચાર આપ્યા હતા. આ દંપતીએ લક્ઝુરિયસ 5 સ્ટાર હોટેલમાં નહીં પરંતુ 400 વર્ષ જૂના મંદિરમાં સાત ફેરા લીધા છે. અદિતિ અને સિદ્ધાર્થ ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં અદિતિ રાવ હૈદરીએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થે તેને તેની દાદીની સ્કૂલમાં પ્રપોઝ કર્યું હતું. અદિતિ માટે આ જગ્યા ખૂબ જ ખાસ હતી.

Tags :
Aditi Rao Hydari And SiddharthAditi Rao Hydari And Siddharth WeddingAditi Rao Hydari And Siddharth Wedding photosEntertainmentEntertainment newsindiaindia news
Advertisement
Next Article
Advertisement