ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રજનીકાંતની ‘કૂલી’માં આમિર ખાનનો ફર્સ્ટ લૂક થયો જાહેર

11:08 AM Jul 05, 2025 IST | Bhumika
Advertisement

રજનીકાંતની ફિલ્મ કૂલી ઘણા સમયથી ચર્ચામાં છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને રજનીફેન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકેશ કનગરાજની આ ફિલ્મમાં કેટલાંક સુપર સ્ટારના કેમિયો છે, તેમાં આમિર ખાનનો કેમિયો પણ ચર્ચામાં છે, આ પ્રકારની એક્શન ફિલ્મમાં આમિર ખાન કેવો રોલ કરશે, તે અંગે દરેકને ઉત્સુકતા હતી. ત્યારે હવે ફિલ્મમાંથી આમિરનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે.સન પિક્ચર્સની ટીમે ટ્વીટર પર આમિરનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે, જેમાં તેનો દાહા તરીકે પરીચય આપવામાં આવ્યો છે, જે એ એક ગુંડા જેવો દેખાતો માણસ છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં આમિર એક ડાર્ક કલરની બંડીમાં દેખાય છે. જે આરામથી અને અદાથી પાઇપ પીતો દેખાય છે.

Advertisement

ભલે આ રોલ એક ખાસ કેમિયો હોય, પરંતુ તેનો લૂક જોઈને લાગે છે કે આ ફિલ્મમાં તેનો રોલ અસરકારક તો હશે જ, કદાચ આ જ પાત્ર ફિલ્મમાં એક મહત્વનો ટ્વિસ્ટ કે ગેમ ચેન્જિંગ વળાંક લાવી શકે છે. આમિરના આ લૂક પર ફેન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા છે, સોશિયલ મીડિયામાં કેટલાંક લોકોએ લોકેશ કનગરાજની ફ્રેમને પરફેક્ટ ગણાવી હતી, તો કોઈએ પરફેક્ટ આમિર અને પરફેક્ટ કનગરાજને એક પરફેક્ટ કોમ્બિનેશન ગણાવ્યા હતા.આ ફિલ્મમાં આમિર ખાન, રજનીકાંત ઉપરાંત નાગાર્જૂન, ઉપેન્દ્ર, શ્રુતિ હસન જેવા કલાકારો મહત્વના રોલમાં છે, આ ફિલ્મ 375 કરોડના ખર્ચે બની રહેલી એક ભારતની 2025ની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે તમિલ, તેલુગુ અને હિન્દીમાં એકસાથે રિલીઝ થશેય જે બોક્સ ઓફિસ પર યશરાજની વોર-2 સાથે ટક્કર લેશે, જેમાં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિઆરા અડવાણી છે.

Tags :
Aamir KhanEntertainmentEntertainment newsindiaindia newsRajinikanth's 'Coolie'
Advertisement
Next Article
Advertisement