એક ‘સ્ત્રી’એ PM મોદીને પાછળ છોડ્યા
સ્ત્રી-2ની હિરોઇન શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં મોદીની લગોલગ
ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ‘સ્ત્રી’એ પાછળ છોડી દીધા છે. એ સ્ત્રી બીજું કોઈ નહીં, પરંતુ હાલમાં જ થિયેટરોમાં રિલીઝ થયેલી સ્ત્રી-2ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. બંનેના ફોલોઅર્સમાં માત્ર થોડો તફાવત છે. જોકે નરેન્દ્ર મોદી ટ્વિટર (ડ)પર ઘણા આગળ છે. ત્યાં 101.2 મિલિયન લોકો તેમને ફોલો કરી રહ્યા છે. શ્રદ્ધા કપૂર હાલમાં સ્ત્રી-2ની સફળતાની ઉજવણી કરી રહી છે.
શ્રદ્ધા કપૂર હવે ઈન્સ્ટાગ્રામ પર ટોપ 3 લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. વિરાટ કોહલી નંબર 1 પર, પ્રિયંકા ચોપરા નંબર બે અને શ્રદ્ધા કપૂર ત્રીજા નંબર પર છે. ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા કપૂરના 91.4 મિલિયન ફોલોઅર્સ છે. એ જ સમયે 91.3 મિલિયન લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરી રહ્યા છે. આ ડેટા 21 ઓગસ્ટ 2024નો છે.
શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-2 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ હોરર કોમેડીએ ભારતીય બોક્સ ઓફિસ પર 6 દિવસમાં 250 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી અને તમન્ના ભાટિયા ઉપરાંત અક્ષય કુમાર કેમિયોમાં છે.
સ્ત્રીનો પ્રીમિયર શો એક પેઇડ શો હતો, જેણે એની રિલીઝ પહેલાં જ લગભગ રૂૂ. 8 કરોડની કમાણી કરી હતી. આ કમાણીએ શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ચેન્નઈ એક્સપ્રેસના પ્રીમિયર શોએ 6.75 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. પ્રીમિયર સહિત, સ્ત્રી-2ની શરૂૂઆતના દિવસની કમાણી લગભગ રૂૂ. 54 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
કોના કેટલા ફોલોઅર્સ?
વિરાટ કોહલીના 271 મિલિયન ફોલોઅર્સ છે. પ્રિયંકા ચોપરાને 91.8 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. આલિયા ભટ્ટના 85.1 મિલિયન અને દીપિકા પાદુકોણના 79.8 મિલિયન ફોલોઅર્સ છે. શાહરુખ ખાન આ બધાથી ઘણો પાછળ છે. ઇન્સ્ટાગ્રામ પર 47.3 મિલિયન લોકો તેને ફોલો કરી રહ્યાં છે.