73 વર્ષના ઝીનત અમાનની OTTની દુનિયામાં એન્ટ્રી
‘ધ રોયલ્સ’ રોમેન્ટિક કોમેડી સિરીઝ છે
વેબ-સિરીઝ ધ રોયલ્સ નેટફ્લિક્સ પર આવી ગઈ છે આ સિરીઝમાં ઈશાન ખટ્ટર, ભૂમિ પેડણેકર, નોરા ફતેહી, સાક્ષી તન્વર અને ચંકી પાંડે જેવાં ઘણાં સ્ટાર્સ સ્ક્રીન શેર કરી રહ્યાં છે, પણ આ સિરીઝનું સૌથી મોટું આકર્ષણ છે 70-80ના દાયકાનાં સુપરસ્ટાર ઝીનત અમાન. ધ રોયલ્સ ઝીનત અમાનની પહેલી OTT સિરીઝ છે એટલે તેમના ફેન્સમાં આ સિરીઝ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધ રોયલ્સથી 73 વર્ષનાં ઝીનત અમાન પાંચ વર્ષ બાદ ફરીથી કેમેરા સામે પાછાં ફર્યાં છે. 2019માં પાનીપતમાં કેમિયો રોલ બાદ ઝીનત અમાને હવે OTTમાં કામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. વેબ-સિરીઝ સાથે ઍક્ટ્રેસ ભૂમિ પેડણેકર પણ OTTની દુનિયામાં ડેબ્યુ કર્યું છે.આ એક રોમેન્ટિક-કોમેડી સિરીઝ છે. ધ રોયલ્સમાં ઈશાન ખટ્ટર નવા યુગના રાજકુમાર અવિરાજ સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે ભૂમિ પેડણેકર એક ટેક્નોલોજી સ્ટાર્ટઅપની મુખ્ય અધિકારી સોફિયા શેખરની ભૂમિકા નિભાવી રહી છે. બન્ને એક જૂની હવેલીને નવી સુવિધાઓથી સજ્જ લક્ઝરી મહેલમાં ફેરવવા માટે હાથ મિલાવે છે.