રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલે શીતળા સાતમ: સોમવારે રોહિણી નક્ષત્રમાં જન્માષ્ટમી

04:09 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આવતીકાલે શ્રાવણ વદ સાતમને રવિવાર તારીખ 25 ઓગસ્ટ ના દિવસે શીતળા સાતમ છે આ દિવસે આખો દિવસ સાતમ તિથિ છે . આ વર્ષે શીતળા સાતમ રવિવારે હોવાથી સાથે ભાનુ સપ્તમી પણ છે આથી શીતળા માતાના પૂજન સાથે સૂર્યદેવનું પણ પૂજન કરવું ઉત્તમ ગણાશે આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપવું ઉત્તમ ગણાશે.
શીતળા સાતમ ખાસ કરીને નાના બાળકોને સારું આરોગ્ય રહે તથા રક્ષા મળે તેનો તહેવાર છે બીજું જોઈએ તો શીતળા સાતમ નુ મહત્વ ભાતીગળ મેળા માટે પણ છે આ દિવસે લોકો આનંદ ઉત્સાહ સાથે મેળામાં ફરવા જશે.
પુજા વિધિ: આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌ પ્રથમ ઘરમાં રહેલ ચુલાનું અથવા ગેસના ચૂલા ને ચાંદલો ચોખા કરી પૂજન કરવું ત્યારબાદ શીતળા માતાજીની કુલેર બનાવી અને શ્રીફળ તથા કુલેર લઈ શીતળા માતાજીના મંદિરે સહ પરિવાર જવું ત્યારબાદ માતાજીને દિવો અથવા અગરબતી કરવી. શ્રીફળ વધેરવું. કુલેર ધરવી અને પ્રાર્થના કરવી. મારી તથા મારા બાળકો કુટુંબીજનોનું બીમારી થી રક્ષણ કરજે. શીતળા માતાજી શીતળતા ના એટલે કે, ઠંડકના દેવી છે. ધરમાં લોકો વારંવાર બીમાર પડતા હોય તો બીમારી દુર થાય છે અને ધરમાં આવ નવાર ખોટા ઝગડા રહેતા હોય તો પણ માતાજીને પ્રાર્થના કરવાથી ઘરમાં શાંતિ થાય છે.આથી શીતળા સાતમના દિવસે આખા પરિવારે ભેગા મળી અને માતાજીનું પુજન કરવું. આ દિવસે ટાઢુ ભોજન કરવું કોઈ પણ ગરમ રસોઈ રાંધવી નહીં. સમાજમાં એક ખોટી માન્યતા છે કે શીતળા માતાજી જો રિસાઈ તો શીતળાની બીમારી આપે પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે માતાજી ટાઢકના દેવી છે માતાજી જીવનમાં શાંતિ આપે છે અને બીમારીમાંથી રક્ષણ આપે છે.

જયારે શ્રાવણ વદ આઠમને સોમવાર તા. 26-8-24ના દિવસે જન્માષ્ટમી છે. આ વર્ષે શ્રાવણ મહિનાની સોમવારે જન્માષ્ટમી આવતી હોવાથી શ્રાવણ મહિના સોમવારે શિવ પૂજા નો પણ મહત્વ વધારે છે આમ સવારના શિવ પૂજા રાત્રિના કૃષ્ણ ભક્તિ બંને નો સમન્વય થશે આમ ભક્ત જનો ને બંને ભગવાન ની ભક્તિનો લાભ મળશે એ ઉપરાંત સોમવારે બપોરે 3.54 થી રોહિણી નક્ષત્ર શરૂૂ થાય છે આમ સોમવારે રાત્રી ના 12 વાગે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે વૃષભ રાશિનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ પણ રોહિણી નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે જન્માષ્ટમી ઉત્તમ ગણાશે એક માન્યતા પ્રમાણે કૃષ્ણ ભગવાનનો જન્મ આ જન્માષ્ટમી થી પ251 વર્ષ પહેલા થયેલો એટલે કે આ વર્ષે 5251 મી જન્માષ્ટમી ઉજવાશે વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમીની રાત્રી, દારૂૂણરાત્રી એટલે હોળીની રાત્રી. આમ ચાર મહારાત્રી દરમ્યાન કરેલ પૂજા- પાઠ, અનુષ્ઠાન તુરંત ફળદાયી બને છે.આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટમીની રાત્રી નુ મહત્વ વધારે રહેલું છે.જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરી તેનાં ઉપર બાળ ગોપાલ શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવવી. આગળ એક પાત્રમાં ભગવાનને રાખી અને જળ પંચામૃત, સાકરવાળા દૂધથી અભિષેક કરવો ત્યારબાદ ભગવાન ને બાજોઠ ઉપર રાખી વસ્ર મુકુટ પહેરાવી અને ચંદન ચોખા કરી ફુલ અર્પણ કરી અબીલ-ગુલાલ ચડાવવા, નૈવેદ્ય માં મીઠાઈ માખણ ધરવું અથવા દહી ધરી શકાય, આરતી કરવી, જો ઘર મા મોરપીછ હોય તો ભગવાન પાસે રાખવું પગે લાગવું આમ ઘરનાં સભ્યો ભેગા મળી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી ઘરમાં શાંતિ મળે છે અને સંપ રહે છે.
તે ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જપ કરવાથી માનસિક શાંતિ મળે છે. 1 અથવા 11 માળા કરવી. શ્રી કૃષ્ણ ભગવાનની જન્મ તિથી આઠમ અને રાત્રીનાં આઠમા પહોરમાં તથા વિષ્ણુ ભગવાનનાં આઠમાં અવતાર તરીકે થયેલો. જેલોકોને જીવનમાં કામ કર્યા છતાં યશ ન મળતો હોય તો જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનની છબી સામે દીવો અથવા અગરબતી કરીને ૐ કલીમ કિષ્ણાય નમ: મંત્ર ની 11 માળા કરવાથી લાભ અને યશ મળશે.જન્માષ્ટમીનાં દિવસે એકટાણુ અથવા ઉપવાસ જરૂૂર રહેવો.

Tags :
dharmik newsindiaindia newsJanmashtamiShitala Satam
Advertisement
Next Article
Advertisement