કાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી
સુરાપુરા અને કૂળદેવીને નૈવેદ્ય ધરવામાં આવશે; અભ્યંગ સ્નાન કરવાથી પિતૃઓના મળશે આશીર્વાદ
કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસ ને રવિવારે તા 19-10-25 બપોરે 1.53 વાગ્યા સુધી તેરસ તિથિ છે. ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે ખાસ કરીને કાળી ચૌદસમાં સાંજના સમયનું તથા રાત્રિના સમયનું મહત્વ વધારે છે આથી રવિવારે બપોરથી કાળી ચૌદશ છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી ને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે અને આ દિવસને નાની દિવાળી પણ કહેવામાં આવે છે તે ઉપરાંત આ દિવસ ને રૂૂપચતુર્દશી પણ કહેવામાં આવે છે, કાળી ચૌદશના દિવસે અભ્યંગ સ્નાન ગુરુવારે સવારે નિત્ય કર્મ કરી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યગ સ્નાન કહેવાય છે.
આનાથી આરોગ્ય સારું રહે છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે. આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે અને આરોગ્ય પણ સારું રહે છે. કાળીચૌદસના નિવેદ કયા સમયે કરવા તેની જાણકારી : કાળી ચૌદશ તિથીની શરૂૂઆત રવિવારે બપોરના 1.53 થી થશે જે સોમવારે બપોરના 3.46 સુધી ચાલશે આથી કાળી ચૌદશના નૈવેદ્યનું મહત્વ આ રીતના રહેશે કાળી ચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નૈવેદ્ય ધરાવાનુ પણ મહત્વ છે. જે લોકોને સાંજ રાત્રીના નૈવેદ્ય થતા હોય તેઓએ રવિવારે સાંજ રાત્રીના નૈવેદ્ય કરવા અને જે લોકોને બપોરના નૈવેદ્ય થતા હોય તેઓએ સોમવારના બપોરના નૈવેદ્ય કરવા ઉત્તમ રહેશે.
કાળી ચૌદસના રાત્રે વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામા આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે એવી માન્યતા છે. રાત્રે બહેનો કાણા પાડેલ અડદના વડા અને પુરી બનાવી અને ચાર ચોકે મૂકવા જાય છે એમ માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાંથી કકળાટ ચાલ્યો જાય છે અને ઘરમાં શાંતિ રહે છે.
કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે. કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના 11 અથવા 21 પાઠ કરવા અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને અડદ ચડાવવા જીવનમાં રાહત મળશે અથવા તો સુન્દરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાસના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે. કાળી ચૌદસની રાત્રી સમયે તાંત્રિક લોકો તંત્ર ઉપાસના કરતા હોય છે અને સિદ્ધિ મેળવતા હોય છે જોકે પુરાણો પ્રમાણે સાત્વિક ઉપાસના જ સૌથી વધારે શ્રેષ્ઠ ગણેલ છે, બુધવારે કાળી ચૌદસના સોંજના સમયે ઘરમાં પૂજા મંદિર રાખેલ હોય ત્યાં પાસે યમદેવના ફૂલવાટ બનાવી અને 14 તેલ દીવા કરવા તલનું તેલ હોય તો વધારે સારું રહેશે દીવામાં બીજુ પણ શુદ્ધ તેલ ચાલે પ્રાર્થના કરવી અમારા પરિવારજનોને અને મને યમ યાતના ના મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે.
કુંભ. મીન મેશ રાશી ના લોકોને સાડા સાતી ચાલી રહી છે. તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળશે. તે ઉપરાંત મીન રાશિના જાતકોને બારમે રાહુ ચાલી રહ્યો છે. આથી કાળીચૌદસના દિવસે રાહુના જપ કરવા મહાદેવજીની ઉપાસના કરવી રાહુ પીડામાંથી શાંતિ આપશે. કાળી ચૌદસના દિવસે મૃત્યુંજય મંત્રના જપ કરવા પણ ઉત્તમ ગણાય છે.
સંકલન - શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંતરત્ન)
બુધવારથી વિક્રમ સવંત 2082નો પ્રારંભ
તારીખ 22 ઓક્ટોબર કારતક સુદ એકમ ને બુધવાર થી પીંગલ નામના સંવત્સર નો પ્રારંભ થશે બુધવારે સ્વાતિ નક્ષત્ર હોવાથી આ દિવસ ઉત્તમ રહેશે વર્ષમાં ચાર વણ જોયા મુહૂર્ત ના દિવસો આવે છે તેમાં એક કારતક સુદ એકમ એટલે કે બેસતું વર્ષ પણ ગણાય છે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂૂર રહેતી નથી.. આ વર્ષે અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસ પણ છે જેઠ મહિના તરીકે છે આમ આ વર્ષે બે જેઠ મહિના છે.નવા વર્ષે સવારે ઉઠી માતા-પિતા તથા વડીલોને પગે લાગવું. કુળદેવીને પગે લાગવું. પુજા માં ગુરૂૂ મંત્ર અથવા કુળદેવીના મંત્રની માળા કરવી. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને અન્નકુટ ધરાવવાનું પણ મહત્વ છે. કુંભ, મીન મેષ રાશીના જાતકોને સાડા સાતી ચાલી રહી છે. આથી આ રાશીના લોકોએ જીવનના મહત્વના નિર્ણય સમજી વિચારીને લેવા. કુંભ. વૃશ્ચિક. કર્ક રાશીના જાતકોને રાહુ અશુભ ચાલી રહ્યો છે. આથી આ રાશીના જાતકોએ પણ સાવચેતી રાખવી. મહાદેવજી, હનુમાનજીની ઉપાસના કરવી. સ્વામી રાહુ છે આથી અનાજ મોંઘુ થાય ઝેરી બીમારીઓથી સાવચેત રહેવું ખાસ કરીને વાહન અકસ્માતમાં વધારો થાય વરસાદ સારો થાય આ વર્ષે માર્ચ મહિના દરમિયાન રાહુ મંગળ ગ્રહની કુંભ રાશિમાં યુતિ દેશના અર્થતંત્ર માટે તથા રાજકારણમાં નિર્ણાયક બનશે ખાસ કરીને આ સમય દરમિયાન રાજકારણમાં ગરમાવો આવે અનેકે ફેરફાર થવાની શક્યતા ખરી
સોમવારે શુભ પ્રદોષકાળમાં નિશીથકાળમાં દીપાવલી શુભ
આસો વદ ચૌદશ ને રવિવારે તા 20.10.25 ના દિવસે દિવાળી છે બપોરે 3.46 સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ તીથી છે નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે આ દિવસે દિવાળી છે ખાસ કરીને દિવાળીમાં સાંજના પ્રદોષકાળ નુ તથા રાત્રિના નિશીથ કાળ નુ મહત્વ હોય છે જે સોમવારે છે આથી સોમવારે દિવાળી શુભ છે આ વર્ષે દિવાળીના રાત્રે 8.17 કલાક સુધી હસ્ત નક્ષત્ર છે ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે જે દિપાવલી માટે ઉત્તમ ગણવામાં આવે છે. દિવાળીનું મહત્વ દીપાવલીનું મહત્વ (1) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો., (2) શ્રી રામચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા., (3) ઉજજૈનના સમ્રાટ વિક્રમાદિત્યએ સુરાજય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી., (4) શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો., (5) પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો. દિવાળીનો. આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે . પુરાણમાં મહત્વ આપણા પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથો મા જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મપુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે. ચોપડા પૂજનનું મહત્વ :- મહાલક્ષ્મીજી ના આઠ સ્વરૂૂપ છે . દિવાળીના ચોપડા પૂજનમાં ક્લમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂૂપ ગણી પૂજા કરવામાં આવે છે . મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે અને મહાસરસ્વતી એટલે કે ચોપડા ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે . આમ ચોપડા પૂજનમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી નુ પૂજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ લાભ. લાભ સવાયા બોલવા મા આવે છે એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર સવાયો થાય. અષ્ટ લક્ષ્મીના નામ: 1. ઓમ શ્રી લક્ષ્મયૈ નમ: 2. ઓમ વિદ્યા લક્ષ્મી નમ: 3. ઓમ સોભાગ્ય લક્ષ્મી નમ: 4, ઓમ અમૃત લક્ષ્મી નમ: 5. ઓમ કામ લક્ષ્મી નમ: 6. ઓમ સત્ય લક્ષ્મી નમ: 7. ઓમ ભોગ લક્ષ્મી નમ: 8, ઓમ યોગ લક્ષ્મી નમ:
ગુરુવારે ભાઈબીજનું મહત્ત્વ
ગુરુવારે ભાઈબીજ નું વ્રત કરવાથી અકાળ મૃત્યુ અકસ્માત મૃત્યુનો ભય રહેતો નથી જાણો ભાઈબીજ નું ધાર્મિક મહત્વ કારતક સુદ બીજ ને ગુરુવાર તા 23.10.25 ના દિવસે ભાઈબીજ છે. બપોર ના 12 વાગ્યે યમના જળ નુ આચમન કરવું ભાઈબીજ એટલે પુરા ભારત વર્ષમાં નહીં પરંતુ આખી દુનિયામાં ભાઈ - બહેનના સ્નેહ અને પ્રેમ નું પર્વ એટલે ભાઈબીજ. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી અને ત્યારબાદ બપોરે 12 વાગ્યે યમના જળનું આચમન ઘરના બધા જ સભ્યોએ કરવુ. કહેવાય છે કે બપોરે 12 વાગ્યે યમુનાજી સાક્ષાત પધારે છે આથી યમુના જળનું આચમન કરવુ ઉત્તમ છે એવી એક માન્યતા છે પુરાણોમાં ભાઈબીજ નું મહત્વ અને તેના વ્રતનું ફળ પૌરાણીક કથા પ્રમાણે યમુનાજી પોતાના ભાઈ યમને જમવા બોલાવે છે પરંતુ યમરાજાને ફુરસદ ન હોવાથી તે ભાઈબીજના દિવસે જમવા આવે છે ત્યારે યમુનાજી ભાત ભાતના પકવાન બનાવી પોતાના ભાઈને જમાડે છે અને ત્યારે યમ રાજા કહે છે બહેન આર્શીવાદ માંગ તારે શું જોઈએ છે ત્યારે યમુનાજી કહે છે કે જે બહેનના ઘરે આજના દિવસે જે ભાઈ જમવા જશે તેને યમ યાતના ભોગવી ન પડે તથા તેને અકાળ મૃત્યુ ન આવે યમ રાજા આર્શીવાદ આપે છે આમ આજના દિવસે જે ભાઈ પોતાના બહેનના ઘરે જમવા જાય છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી . આ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઈ જમવાથી ભાઈને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને શત્રુ ભય રહેતો નથી . આ વર્ષે રવિવારે તારીખ 26 ઓક્ટોબરના દિવસે લાભ પાંચમ છે.