કાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમ
દશેરા વર્ષ ના ચાર વણજોયા મુહૂર્તના દિવસોમાંથી એક દિવસ છે. (1) ચૈત્ર સુદ એકમ (2) અખાત્રીજ (3) દશેરા (4) બેસતું વર્ષ. આ ચાર દિવસોને વર્ષનાં વણજોયા મુહૂર્ત દિવસ કહેવાય છે. તેમાં દશેરાનું મહત્વ ખાસ વધી જાય છે.
દશેરા ના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ચંદ્રબળ નક્ષત્ર રાશી ચોઘડિયા જોવાની જરૂૂર રહેતી નથી. દશેરાનો દિવસ વણજોયા મુહૂત નો દિવસ હોવાથી આખો દિવસ શુભ છે.
આ દિવસે નવી દુકાનનું ઉદઘાટન કરવું, ખાતમુહૂર્ત કરવું, ખરીદી કરવી, સોના ચાંદી, પુજા નો સામાન, લગ્નનો સામાનની ખરીદી કરવી.વાસ્તુ, નવચંડી કથા, ચંડીપાઠ તથા નવા મકાનમાં કળશ પધરાવવો શુભ અને ઉત્તમ છે. દરેક પ્રકારનાં શુભકાર્ય કરવા આ દિવસે શુભ છે. અને નવુ વાહનની ખરીદી કરવી, જમીન મકાનની ખરીદી કરવી પણ શુભરહેશે. ઉત્તમ ફળદાયક રહેશે. તેઓ ઉપરાંત ગુરુવારે દશેરા હોવાથી ઘરમાં ઉપયોગી સમાન ની ખરીદી કરવી પણ ઉત્તમ રહેશે.વિજય મુહૂર્ત બપોરે 2.52 થી 3.42 સુધી છે.
દશેરાનાં દિવસે રામ ભગવાને રાવણને બપોરે અપરાહન કાળના વિજય મુહૂર્ત મા માર્યો હતો. આ દિવસે પાંડવોએ વનવાસનાં તેરમાં વર્ષે શમી એટલે કે ખીજડા ના વૃક્ષની બખોલમાં પોતાનાં હથિયાર છુપાવેલા તે મેળવી અને અર્જુને દશેરાનાં દિવસે વિજય ટંકાર કરેલો આથી દશેથના દિવસે શમી એટલે કે ખીજડાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોનું લોકરક્ષા માટે દેવી સ્વરૂૂપે પૂજન કરવા મા આવે છે.
દશેરાનાં દિવસે નવદુર્ગા માતાજીની છબી તથા કુળદેવી માતાજીની છબીને કંકુ, ચોખા કરી ફુલઅર્પણ કરી ત્યાર બાદ સાંજનાં સમયે કુળદેવીનાં મંત્ર જપ કરવા. 3, 7 અથવા 11 માળા કરવી. ત્યારબાદ માતાજીને પ્રાર્થનામાં પોતાની શુભ અને સાચી મનોકામના બોલાવી સિધ્ધિ આપશે. માતાજીની આરતીએ નૈવૈદ્ય અર્પણ કરવું. દશેરાના દિવસે ગરબો પધરાવવાનો (વિસર્જન) રહેશે. સંકલન શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંતરત્ન)