રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજે શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામો, નહીંતર જીવનમાં આવશે મુશ્કેલી

10:57 AM Oct 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હિંદુ કેલેન્ડર અનુસાર શરદ પૂર્ણિમા દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસને હિંદુ પંચાંગ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, એટલે કે આજે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે એટલે કે આજે જ ઉજવવામાં આવશે.

આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે સાચા મનથી પૂજા કરવામાં આવે તો ભક્તોને તેનું ફળ મળે છે. આ ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચંદ્ર સોળ કળાથી ભરેલો હોય છે અને એવું માનવામાં આવે છે કે ચંદ્રમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે અમીઉક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ.

શરદ પૂર્ણિમાના દિવસે આ સાવધાની રાખવી જરુરી

  1. માનસિક અને શારીરિક શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો. શરીર શુદ્ધ અને ખાલી રહેવાથી તમે વધુ સારી રીતે અમૃતની પ્રાપ્તિ કરી શકશો.
  2. આ દિવસે કાળા રંગનો બિલકુલ ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમજ કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. બની શકે તો આ દિવસે ચમકદાર સફેદ કપડાં પહેરો તો તે વધુ સારું રહેશે.

3.શરદ પૂર્ણિમાના દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો કે આપસમાં કોઈ કલહ કરશો નહીં. આવું કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવા લાગે છે. અને ધીમે ધીમે પરિવારમાં તેની ખરાબ અસર પડે છે.

4.શરદ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી અથવા દારૂ બિલકુલ સેવન કરવું જોઈએ નહીં.

  1. શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં રાખેલી ખીર ખાવી શુભ માનવામાં આવે છે. ખીરને કાચ, માટી કે ચાંદીના વાસણમાં જ રાખો. અન્ય ધાતુઓનો ઉપયોગ કરશો નહીં.
Tags :
dharmikdharmik newsindiaindia newsSHARAD PURNIMASharad Purnima 2024
Advertisement
Next Article
Advertisement