For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇમાં લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, હજારો લોકો ઊમટ્યા

11:09 AM Sep 06, 2024 IST | admin
મુંબઇમાં લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે  હજારો લોકો ઊમટ્યા

આવતીકાલથી ગણેશ મહોત્સવનો થશે પ્રારંભ

Advertisement

આવતીકાલથી શરૂ થતા ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા મુંબઇના વિખ્યાત લાલબાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનો લુક એકદમ અનોખો છે. ગઇકાલે સાંજે હજારો ભક્તોની હાજરીમાં લાલબાગચા રાજાની પ્રતિમાં ખૂલ્લી મૂકાઇ હતી.

આ વર્ષે લાલ બાગ ચા રાજાની સ્થાપનાને 91 વર્ષ થશે. ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર હવે લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. લાલ બાગ ચા રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો કતારમાં ઉભા રહ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગ ચા રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે. ગણેશ ઉત્સવનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement