સોમવારે શનિ જયંતિ; પનોતીની રાશીવાળા જાતકોને ઉપાસના કરવાથી મળશે રાહત
શનિદેવની પૂજા કરવાથી ધંધા તથા જીવનમાં મુશિબત ક્રૂર અને હનુમાનજીની પૂજા કરવાથી બિમારીમાંથી મુક્તિ થશે
વૈશાખ વદ ચૌદસ ને સોમવાર તા.26-5-2025ના દિવસે શનિ જયંતી છે સોમવારે બપોરે 12.13 કલાક સુધી ચૌદસ તીથી છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રે અમાસ તિથિ છે જ્યારે મંગળવારે સવાર ના 8.33 સુધી જ અમાસ તીથી છે. અને ત્યારબાદ મંગળવારે એકમ તિથિ ક્ષય તિથિમાં છે આથી દરેક પંચાંગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે આ વર્ષે શનીજયંતિ સોમવારે છે.
નવગ્રહમાં શનીદેવને કર્મના ફળદાતા ગણવામાં આવે છે. આથી શની જયંતી નું મહત્વ વધારે રહેલ છે. શનીદેવ ની જન્મકથા શનીગ્રહ ના પિતા સુર્ય છે અને માતા છાયા છે. શનીગ્રહ નો જન્મ સૌરાષ્ટ્રના હાથલા ગામે થયેલ તેમ માનવામાં આવે છે.શની ગ્રહને એક રાશી ચંદ્ર પુર્ણ કરવા માટે 30 વર્ષ લાગે છે. શની ગ્રહને 3જી, 7મી તથા 10મી દૃષ્ટી છે. શનીગ્રહની મોટી પનોતી તથા નાની પનોતી ગણાય છે. મોટી પનોતી જીવનમાં આશરે બેવાર આવે છે. શનીગ્રહની પનોતી અત્યારે શનીગ્રહની મોટી પનોતી 3 રાશીને ચાલે છે.
મોટી પનોતી: (1)કુંભ રાશી (ગ,શ,સ) મોટી પનોતી ત્રીજો તબક્કો પગેથી પસાર થાય રૂૂપાના પાયે માનસિક ચિંતા કરાવે. (2)મીન રાશી (દ,ચ,ઝ,ન) મોટી પનોતી બીજો તબક્કો છાતીએ થી પસાર થાય સોનાના પાયે શારીરિક માનસિક તકલીફ કરાવે. (3) મેષ રાશિ (અ.લ .ઇ ) મોટી પનોતી પહેલો તબક્કો માથેથી પસાર થાય લોઢાના પાયે આર્થિક શારીરિક પ્રોબ્લેમ રહે ખોટી દોડધામ કરાવે.
નાની પનોતી : (1) સિંહ રાશી(મ. ટ) નાની પનોતી લોઢાના પાયે શારીરિક કષ્ટ આપે. (2)ધન રાશી (ભ.ફ .ધ)નાની પનોતી લોઢાના પાયે ચિંતાદાયક ગણાય. નાની મોટી પનોતીની રાશી વાળા જાતકોએ શની જયંતીના દિવસે શનીદેવની ઉપાસના પુજા કરવાથી પનોતીમાં રાહત મળશે. શનિદેવે હનુમાનજીને વચન આપેલુ કે જે લોકો હનુમાનજીની પુજા ઉપાસના કરશે તેને હું નડીશ નહી. આથી આ દિવસે હનુમાનજીની પુજા પણ સાથે કરવી જોઈએ. શનિદેવનું વાહન કાગડો છે અને કાગડાને સતર્ક પક્ષી માનવામાં આવે છે આથી જ ન્યાયના પ્રતીક સ્વરૂૂપે શનિદેવનું વાહન કાગડો છે. શની જયંતીના દિવસે - શનિદેવની પૂજા કરવાથી ધંધા તથા જીવનની - મુસીબતો દુર થાય છે. હનુમાનજીની પુજા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે.
દેવું હળવું થાય છે, પુરાણ ના આધારે જોઈએ તો રાજા વિક્રમાદિત્યને પણ શનીની પનોતી આવવાથી રાજગાદી છોડવી પડેલ, નળરાજાનું પતન થયેલ. રામ ભગવાને વનવાસ ભોગવેલો તથા રાવણ ઉપર શનીની દેષ્ટી પડતા લંકાનો વિનાશ થયેલ, રાજા હરીચંદ્રના સ્ત્રી પુત્ર રાજપાટ વિયોગ થયેલ. શની ગ્રહનો બીજ મંત્રી ૐ - ખાં ખીં ખોં સ : શનૈશ્વરાય નમ:
શનિ જયંતિએ દાન કરવું ઉત્તમ
ખાસ કરીને શની જયંતીના દિવસે દાન કરવું પણ ન ઉત્તમ ફળ આપનાર બને છે આ દિવસે કાળો ધાબળો, કાળુ અથવા બ્લુ વર્ષ, સ્ટીલનું વાસણ, અળદ, પગરખા, કાળી છત્રી,તેલનું દાન કરવું જીવનમાં શાંતી મળશે.જે લોકોની જન્મકુંડળીમાં શની ચંદ્ર નો વિષયોગ હોય, શ્રાપિત દોષ હોય, સુર્ય શની નો વિષયોગ હોય, શનિ મંગળનો અંગારક યોગ હોય. , આ બધા અશુભ યોગમાંથી કોઈપણ એક યોગ હોય તો પણ શની જયંતીના દિવસે ઉપવાસ રહેવો. શનીદેવની પુજા કરવી, રાહત મળશે. સાથે હનુમાનજી ની પણ પૂજા કરવી.
શનિદેવની પૂજા કરવાની વિધિ
શનીદેવની પુજા વહેલી વહેલી સવારે અથવા સાંજના દિવસ અથમ્યા પછી વધારે શુભ રહે છે પરંતુ સોમવારે શની જયંતીના દિવસે આખો દિવસ શનિદેવની પુજા કરવી શુભ ફળ આપનાર બનશે. સૌ પ્રથમ સ્ત્રાન કરી અને નિત્યકર્મ તથા પુજા કરી શનીદેવના મંદિરે જવું. શનિદેવ પાસે તેલનો દિવો કરવો, અગરબતી કરવી ત્યાર બાદ શનિદેવ ને તેલ ચડાવવું, અળદના દાણા ચડાવવા, ધુપ દીપ અર્પણ કરવા, નૈવૈદ્યમાં અળદની વાનગી ધરાવી, કાળી દ્રાક્ષ પણ ધરી શકાય. આરતી કરવી.
શનિદેવની પૂજા કરતા સમયે આ શનિદેવના 10 નામો પણ બોલી શકાય છે
આ પુજા કરતા સમયે ૐ શં શનૈશ્રુરાય નમ: મંત્ર ના જપ બોલતા રહેવા, પુજા પુર્ણ થયે આ મંત્રની માળા કરી શકાય છે. આ દિવસે દશરથકૃત શનીસત્રોતના પાઠ કરવા ઉત્તમ ફળ આપનાર, બનશે. જો આપના ગામ મા શનીદેવ નુ મંદિર ન હોય તો આ દિવસે હનુમાનજીની ઉપાસના - પુજા કરી શકાય છે.