રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાણો શ્રી દ્વારકાધીશના સ્વરૂપો….

06:19 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારતમાં દ્વારકાને શ્રીકૃષ્ણની નગરી કહે છે. કૃષ્ણ વિશે કહેવાય છે કે કૃષ્ણ જગતગુરુ છે. કૃષ્ણ દોસ્ત છે. કૃષ્ણ સારથી છે. કૃષ્ણ નટખટ છે. ઉષ્મા પ્રેમી છે. કૃષ્ણ ચંચળ ઈશ્વર છે. કૃષ્ણની આ વિશેષતાઓને કારણે તેમના જે કાર્યો છે તે તેમની લીલાઓ તરીકે ઓળખાય છે. કૃષ્ણ સંપૂર્ણ છે. શ્રીકૃષ્ણ સુદર્શન પણ ધારણ કરી શકે છે અને રણછોડ રીતે જઈ પણ શકે છે. તે ગોપીઓને છેડી પણ શકે છે અને દ્રૌપદીના ચીર અને પૂરી પણ શકે છે. તેથી જ કૃષ્ણ દરેક સ્વરૂપમાં વહાલો લાગે છે. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહેવાય છે કે તેમનું જીવન સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાય છે. આમ ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર માનવામાં આવે છે. 64 કલાઓમાં શ્રીકૃષ્ણએ દરેક ક્ષેત્રમાં એક પોતાની અલગ છાપ છોડી છે.

(1) બાળ સ્વરૂપ :-
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણવદ આઠમના દિવસે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા, કડાકા સાથે વરસાદ પડતો હતો એ સમયે રાત્રિના બાર વાગ્યે માતા દેવકી ના કુખે જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અને તેમના જન્મ બાદ અદભુત પરિસ્થિતિ જોવા મળે છે. કૃષ્ણનો ઉછેર અને બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં પસાર થયેલ છે. તેમણે બાળપણમાં જ એટલે કે બાળ સ્વરૂપમાં જ તાડકા અને પૂતનાનો વધ કર્યો છે.

(2) રક્ષક સ્વરૂપ :-
શ્રીકૃષ્ણ એક કિશોર અવસ્થામાં જ ચાલુ અને મસ્તિક જેવા ખતરનાક મલ નો વધ કર્યો હતો. જ્યારે ઇન્દ્રએ પ્રકોપ કર્યો હતો ત્યારે વૃંદાવનમાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો ત્યારે શ્રીકૃષ્ણએ કિશોર અવસ્થામાં પર્વતને પોતાની આંગળી ઉપર ઉઠાવીને ગ્રામ વાસીઓનું રક્ષણ કર્યું હતું. એમ શ્રીકૃષ્ણ નું આ કાર્ય તેમનું રક્ષક તરીકેના સ્વરૂપના દર્શન થાય છે.

(3) શિષ્ય સ્વરૂપ :-
શ્રીકૃષ્ણ ગુરુ સાંદિપનીના આશ્રમમાં અવંતિકા ઉજ્જૈનમાં રહીને અભ્યાસ કર્યો હતો. ત્યાં શ્રીકૃષ્ણ એક સાચા શિષ્ય સ્વરૂપમાં જોવા મળે છે. શ્રીગુરુ સાંદિપનીએ ગુરુદક્ષિણામાં પોતાના મૃત પુત્રને યમરાજ પાસેથી મુક્ત કરાવવાનું કહે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગુરુદક્ષિણા આપવા માટે યમરાજ પાસે જઈને ગુરુ પુત્રને છોડાવીને ગુરુદક્ષિણા પૂર્ણ કરાવે છે. અહીંયા શ્રીકૃષ્ણ ના શિષ્ય સ્વરૂપના દર્શન થાય છે.

(4) સખા સ્વરૂપ :-
શ્રીકૃષ્ણના અનેક મિત્રો છે એમ કહેવાય છે. તેમાં તેમનો ખાસ મિત્ર અંગત સુદામા છે બીજા શ્રીદામા, મધુમંગલ, સુબાહુ, સુબલ,ભદ્ર, સુભદ્રા, મણીભદ્ર, ભોજ, તોકકૃષ્ણ, વરુથપ, મધુકંદ, વિશાલ, રસાલ, મકરંદ, સદનન્દ, બકુલ, શારદ, બુદ્ધિપ્રકાશ, અર્જુન, વગેરે મિત્રોની સાથે શ્રી કૃષ્ણને સખી મિત્રો પણ અનેક હતા, જેમાં રાધા, મલ્લિકા, વિશાખા, દ્રૌપદી, વગેરે અનેક સખીઓનો સમાવેશ થાય છે આમ અહી ભગવાન એક સખા સ્વરૂપમાં જોવા મળે છે.

(5) પ્રેમી સ્વરૂપ :-
શ્રીકૃષ્ણને ચાહનાર અનેક મિત્રો ગોપીઓ પ્રેમિકાઓ હતી. તેથી જ કૃષ્ણ ભક્ત કવિઓએ પોતાના કાવ્યોમાં કૃષ્ણ ગોપીની રાસલીલા ને મુખ્ય સ્થાન આપેલ છે. શ્રીકૃષ્ણની પ્રેમી પ્રેમિકાઓમાં રાધા, રૂક્ષ્મણી, અને લલિતા વગેરે અગ્રસ્થાને હતી. આ પ્રસંગમાં શ્રીકૃષ્ણની પ્રેમ સ્વરૂપ ના દર્શન
થાય છે.

(6) કર્મયોગી સ્વરૂપ :-
શ્રી કૃષ્ણએ જે કાર્યો કર્યા છે તે તમામ કાર્યો કે તેમને પોતાની જવાબદારીઓને કર્મો સમજીને કર્યા છે. શ્રીકૃષ્ણને પોતાના કાર્યો માટે શામ દામ દંડ અને ભેદ બધા નો ઉપયોગ કર્યો હતો. આમાં કૃષ્ણએ પોતાના કાર્યોને કર્મયોગી સ્વરૂપે કામ કરીને તે કર્મયોગી સ્વરૂપ બતાવેલ છે.

(7) ધર્મયોગી સ્વરૂપ :-
શ્રી કૃષ્ણએ ઋષિ વેદવ્યાસની સાથે મળીને ધર્મ માટે પણ ઘણા કાર્યો કર્યા છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો અધર્મ થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ આમ કૃષ્ણ સનાતન ધર્મની સ્થાપના ની વાત કરી છે.

(8) વીર સ્વરૂપ :-
શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણએ અર્જુનના સારથી રહીને યુદ્ધને પૂર્ણ અંત સુધી લઈ ગયા હતા. યુદ્ધ પૂર્ણ થયા પછી પોતાના બંધુઓ અને બાંધવોની રક્ષા માટે મથુરા છોડીને દ્વારકા આવ્યા હતા. અને તેઓ નહોતા ઈચ્છતા કે જરાસંઘ સાથેના પોતાની દુશ્મનીના કારણે તેમના કુળના લોકો યુદ્ધ કરે આ અહીંયા તે પોતાની વીરતા સ્વરૂપના દર્શન કરાવે છે.

(9) યોગેશ્વર સ્વરૂપ:-
શ્રીકૃષ્ણ માહરથી હતા તેમનું શરીર લાશીલું હતું પરંતુ પોતાની ઈચ્છા અનુસાર તેને વૃજ જેવું બનાવી શકતા હતા. શ્રીકૃષ્ણમાં અનેક યોગી શક્તિઓ હતી. યોગના બળથી જ તેમને પોતાના શરીરને મૃત્યુ પર્યંત યુવાન રાખી શક્યા હતા.

(10) અવતારી સ્વરૂપ :-
શ્રી કૃષ્ણ અવતારી પુરુષ હતા કારણ કે તેમણે પોતાનું વિરાટ સ્વરૂપ રણ મેદાનમાં જ બતાવીને સિદ્ધ કરી આપ્યું હતું કે તે એક અવતારી પુરુષ છે.

(11) રાજનીતિકનો અને કુટનિતિકનો સ્વરૂપ:-
શ્રીકૃષ્ણએ પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન કુટનીતિ દ્વારા પરિસ્થિતિને પોતાના તરફ ઢાળીને ભવિષ્યનું નિર્માણ કર્યું હતું. શ્રીકૃષ્ણએ કર્ણના કવચ અને કુંડલનું દાન કરાવ્યું હતું. દુર્યોધનને સંપૂર્ણ શરીર વ્રજનું બનાવતા અટકાવ્યું હતું આમ કૃષ્ણના અનેક આવા કાર્યોથી તે રાજિતિકના અને ફૂટ નીતિજ્ઞા નું સ્વરૂપ જોવા મળે છે.

શ્રીકૃષ્ણના મુખ્ય કહેવાયેલી ગીતા વિશે તો એમ કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિમાં એવી કોઈ સમસ્યા નહીં હોય કે જેનો ગીતામાં ઉલ્લેખ ન હોય. તેથી જ ગીતાને ધર્મગ્રંથ નહીં પરંતુ જીવન ગ્રંથ કહેવાય છે. શ્રીકૃષ્ણનો ગીતા દ્વારા એ પણ સંદેશ છે કે દરેક માણસે પોતાની લડાઈ પોતે લડવી પડે છે તમને કોઈ વ્યક્તિ મોટીવેશન કરી શકે ગાઈડ કરી શકે પણ લડાય તો તમારે જ લડવી પડે શ્રીકૃષ્ણ કહે છે કે તમો કર્મ કરો પણ ફળની ચિંતા ના કરો ફળ તો આપોઆપ તમને મળી જ જશે.

શ્રી કૃષ્ણએ પોતાની જિંદગી પણ સંઘર્ષમય રીતે જીવી છે અને બધી જ લડાઈ પોતે જ જાતે જ લડવી લડી છે કારણ કે શ્રીકૃષ્ણનો જન્મ કારાવાસમાં રાત્રિના 12:00 વાગ્યે વરસતા વરસાદની વચ્ચે થયો હતો એટલે કે મથુરા થી ગોકુળ, ગોકુળ થી વૃંદાવન અને ત્યાંથી દ્વારકા અને છેલ્લે અંત વેરાવળ નજીક ભાલકા તીર્થમાં નિર્માણ પૂર્ણ કરેલ છે આમ એમ કહેવાય છે કે અંત સમયે પણ શ્રીકૃષ્ણ એકલા જ હતા.

Tags :
dharmikdharmik newsindiaindia newsreligiousShri Dwarkadhish
Advertisement
Next Article
Advertisement