શનિવારે બ્રહ્મયોગમાં ગણેશ ચોથ; ગણપતિ ઉત્સવ ઉતમ ફળ આપનાર બનશે
ગણેશોત્સ દરમિયાન ક્ષય તિથિ અને વૃધ્ધિ તિથિ ન હોવાથી 11 દિવસ ચાલશે ઉત્સવ
ભાદરવા શુદ ચોથને શનિવારે 7 સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચોથ છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર પણ શુભ છે. તે ઉપરાંત બ્રહ્મયોગ આખો દિવસ તથા રાત્રીના 11.16 સુધી છે રવિયોગ બપોરે 12.35 સુધી છે સિદ્ધિ યોગ બપોરે 12.35 થી આખો દિવસ રાત્રી છે સ્થિર યોગ પણ બપોરે 12.35 થી છે આમ આ વર્ષે ગણેશ ચોથ અને ગણપતી ઉત્સવ ઉત્તમ ફળ આપનાર બનશે.
ગણપતિ ઉત્સવ દરમિયાન દર વર્ષે ક્ષય તીથી અથવા તો વૃદ્ધિ તિથિ આવતી હોય છે પરંતુ આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન ક્ષય તીથી અને વૃદ્ધિ તિથિ નથી આથી ગણપતિ ઉત્સવ પુરા 11 દિવસ ચાલશે ગણપતિ ઉત્સવ 7 સપ્ટેમ્બર શનિવારે શરૂ થશે અને 17 સપ્ટેમ્બર મંગળવારે ગણપતિ વિસર્જન છે ત્યારે પૂર્ણ થશે.
ગણપતી દાદાને રિધ્ધી સિધ્ધિ અને લક્ષ લાભના દેવતા હોવાથી ગણપતિ દાદા રિધ્ધી સિધ્ધી અને લક્ષ લાભ સાથે લઈ ને આવે છે આમ ગણપતિ દાદા પોતે જ શુભ મુહૂર્ત સાથે જ આવે છે આથી ગણપતી દાદાની સ્થાપના કોઈપણ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. સ્થાપના માટે આખો દિવસ શુભ ગણાય છે.
ગણપતી દાદાની સ્થાપના બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી અને ઘઉંની ઢગલી કરી તેનાં ઉપર ગણપતિ દાદાને પધરાવવા બાજુ માં એક ત્રાંબાનો કળશ અથવા લોટો રાખવો તેમા જળ ભરી અબીલ ગુલાલ કંકુ સોપારી રૂપિયો પધરાવી આસોપાલવના પાંચ પાન પધરાવી શ્રીફળ પધરાવું ગણપતિ દાદાને ચાંદલો ચોખા કરી વસ્ત્ર જનોઈ અર્પણ કરવા દાદાને લાલ ફુલ અથવા ગુલાબ અને લાલ કરેણ અર્પણ કરવું ઉત્તમ છે.
સાથે ધ્રોકડ ચડાવી અગરબત્તીનો ધૂપ અર્પણ કરવો ગણપતી દાદા ને ગોળનાં બનેલા ચુરમાનાં લાડુ વધારે પ્રિય છે લાડુ ધરવા આરતી કરી પ્રાર્થના કરવી એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે ગણપતિ દાદા ને તુલસી વર્જ્ય છે આથી તુલસી ચડાવવા નહીં.ભાદરવા શુદ ગણેશ ચોથનાં દિવસે ચંદ્ર દર્શન કરવા નહી, ચંદ્રને ગણપતી દાદાનો શ્રાપ હોવાથી આ દિવસે ચંદ્ર દર્શન કરવા અશુભ ગણાય છે આ સિવાય આવતી દરેક ચોથના દિવસે ચંદ્ર દર્શન કરી શકાય છે.