બુધવારે અમાસના દિવસે પિતૃઓને મોક્ષ ગતિ આપતો ગજછાયા યોગ
પિતૃ તર્પણ વિષ્ણુ પૂજન, પિંડદાન અથવા નારાયણ બલી, શ્રાધ્ધ અને બ્રાહ્મણોને દક્ષિણા આપવાથી પિતૃઓને 12 વર્ષ સુધી તૃપ્તિ મળશે
ભાદરવા વદ અમાસને બુધવાર તારીખ 2 ઓક્ટોબરના દિવસે પિતૃઓને મોક્ષ ગતિ આપતો ગજછાયા યોગ છે ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે તથા પંચાંગ પ્રમાણે ગોચરમા ંજ્યારે સૂર્ય હસ્ત નક્ષત્રમાં હોય અને ચંદ્ર પણ હસ્ત નક્ષત્ર મા હોય અને ભાદરવા વદ અમાસ તિથિ હોય તો આ દિવસે પિતૃઓને મોક્ષ ગતિ આપતો ગજછાયા યોગની રચના થાય છે.આ વર્ષે 2 ઓક્ટોબર બુધવારે અમાસના દિવસે આ યોગ બપોરે 12:23થી શરૂ થશે અને દિવસ આથમ્યા સુધી આ યોગ ગણાશે આ યોગમાં પિતૃ તર્પણ વિષ્ણુ પૂજન પિંડદાન અથવા નારાયણ બલી શ્રાદ્ધ ત્રિપિંડી શ્રાદ્ધ પ્રેત બલી શ્રાદ્ધ બ્રાહ્મણ ભોજન તથા દાન દક્ષિણા આપવાથી પિતૃઓને 12 વર્ષ સુધી તૃપ્તિ મળે છે અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે તથા પિતૃઓના આશીર્વાદથી જીવનની મુસીબતો દૂર થાય છે ભાગ્યોદય અને પ્રગતિ થાય છે તેવું આ યોગનુ ફળકથન છે આમ આ વર્ષે ભાદરવા વદ અમાસને બુધવારનો દિવસ મહત્વનો છે.
(સંકલન : જયોતિષી શાજદીપ જોશી)