જાણો...2025નું વર્ષ આપના માટે કેવું રહેશે
ડોલર સામે રૂપિયો નબળો પડશે: મોંઘવારી અને ફુગાવામાં વધારો થતો રહેશે, મે મહિના પછી રાહત; ભારત માટે આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વનું વર્ષ બની રહેશે
1-1-2025ને બુધવારથી ખીસ્તી નવા વર્ષની શરૂઆત થશે. આ વર્ષના ગ્રહો જોતા માર્ચ મહીના સુધી ડોલર સામે રૂપીયો નબળો પડતો જણાશે. જયારે 29 માર્ચથી 18 મે સુધી ગોચરમાં મીન રાશીમાં શની રાહુનો શ્રાપિત દોષ થશે જે સમયગાળા દરમ્યાન રાજકીય અને આર્થીક નિર્ણયો લેવાશે. તેનાથી ભારતનું આગલુ સારૂ નરસુ ભવિષ્યનું નિર્માણ થઇ શકે છે. ખાસ કરીને ભારત માટે આ સમયગાળો નિર્ણાયક રહેશે.
મોંઘવારી અને ફુાવામાં વધારો થતો રહેશે. મે મહીના પછી તેના પર કાબુ આવી શકે છે. રાશી પ્રમાણે 2025નું વર્ષ કેવું રહેશે.
(1) મેષ રાશી: મે મહીના સુધીનો સમય વધારે કસોટી કારક ત્યારબાદ થોડી રાહત રહે. 29 માર્ચથી લોઢાના પાયે સાડા સાતી શરૂ થશે. ખોટી દોળધામ મહેનત કરાવે. શાંતી રાખવી શેર સટ્ટાથી દુર રહેવું. હનુમાનજી શનીદેવની ઉપાસના કરવી.
(2) વૃષભ રાશી (બ.વ.ઉ.): જે તમે યોગ્ય દિશા તરફ મહેનત કરશો તો આ વર્ષ પ્રગતીકારક રહેવાનું છે. ભાગ્યોદય થાય. જો જન્મકુંડળી બળવાન હશે તો આ વર્ષે લાભ મળવાની શકયતા ખરી નોકરીમાં પ્રગતી થાય. કુળદેવીની ઉપાસના લાભ આપે.
(3) મિથુન રાશી (ક.છ.ઘ): મિથુન રાશીના જાતકો માટે પણ આ વર્ષ પ્રગતી કારક રહેવાનું છે. જો કે કોઇ ખોટા પ્રલોભનમાં આવવું નહીં બચતનુ જોર વધારે રાખવું. ભવિષ્યમાં લાભ આપશે. શ્રી કૃષ્ણ ભગવાનની પુજા ઉપાસના લાભદાયક બની શકે છે.
(4) કર્ક રાશી (ડ.હ.): કર્ક રાશીના જાતકો ને આઠમાં સ્થાનેથી રાહુ પસાર થશે. વાહન ધીમે ચલાવું વારસાગત બીમારીથી સાવચેત રહેવું. ગળા તથા આંખની બીમારીથી સાવચેત રહેવું. અચાનક ખર્ચા આવી શકે છે. પ્રગતી મંદગતીએ થાય. વારસાગત વાદ વિવાદથી દુર રહેવું. જો કે નોકરીમાં બદલી સાથે પ્રગતી થઇ શકે છે. તેમાં જન્મના ગ્રહો બળવાન હોવા જરૂરી છે. મહાદેવની પુજા ઉપાસના લાભકારક રહેશે.
(5) સિંહ રાશી (મ.ટ.): સિંહ રાશીના જાતકોની શનીની નાની પનોતી 29 માર્ચથી શરૂ થશે જે લોઢાના પાયે છે. આથી 29 માર્ચ બાદ વ્યાપક ધંધા નોકરીમાં સાવચેતી પુર્વક નિર્ણય લેવા નાણા ઉછીના આપવા નહી ખર્ચમાં વધારો થશે. જયારે જમીન-મકાનના પ્રશ્નો ઉકેલાઇ શકે છે. થોડી માનસીક અશાંતી જરૂર રહેશે. પરંતુ એકંદરે આ વર્ષ મધ્યમ રહેશે. સુર્યને અર્ધ ખાસ આપવું ઇષ્ટદેવની ઉપાસના કરવી.
(6) ક્ધયા રાશી (પ.ઠ.ણ.): ક્ધયા રાશીના જાતકોને આ વર્ષ પ્રગતી કારક અને ભાગ્યોદય કારક રહેશે. જો તમે યોગ્ય દિશામાં મહેનત કરશો તો આ વર્ષે નોકરીમાં પ્રગતી નકકી છે. અને વ્યાપારમાં પણ પ્રગતી નકકી છે. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી બનશે. જાહેર જીવનમાં ધ્યાન રાખીને બોલવું. દાંમ્પત્ય જીવનમાં મોડાશ રાખવી જરૂરી બનશે. રાધા કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી. વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા ફળદાઇ રહેશે.
(7) તુલા રાશી (ર.ત.): શેર સટ્ટાથી દુર રહેવું ખોટા મિત્રોથી દુર રહેવુન જરૂરી બનશે. ધાર્મીક અને આધ્યાત્મીક પ્રગતી થશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવું. નોકરી ધંધા માટે આ વર્ષ મધ્યમ છત પ્રગતીકારક રહેશે. બચતનુ પ્રમાણ વધવાની શકયતા ખરી. લક્ષ્મીજી તથા વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી. શ્રી સુકતના પાઠ કરવા.
(8) વૃશ્ચિક રાશી (ન.ય.): વૃશ્ર્ચિક રાશીના જાતકોને નાની પનોતી સનાના પાયે છે તેમાંથી રાહત મળશે. જમીન- મકાનના પ્રશ્નો હોય તો તે ઉકેલાય શકે છે. જમીન- મકાન લેવા બાબતે મે મહીના સુધીનો સમય વધારે યોગ્ય છે ત્યારબાદ સાવચેતી રાખવી. બચતમાં વધારો થઇ શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ ખર્ચ વ્યાપાર બાબતે આ વર્ષ મધ્યમ રહેશે. છતા નવો વ્યાપાર કરવો હોય તો જન્મના ગ્રહોક જોઇ અને નવા વ્યાપારની શરૂઆત થઇ શકે છે. ગણપતીદાદાની પુજા ઉપાસના ફળદાઇ રહેશે.
(9) ધન રાશી (ભ.ફ.ધ.): ધન રાશીના જાતકોને આ વર્ષ સામાન્ય રેહેશ. 29 માર્ચથી શનીની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે. ખર્ચા ઉપર કાબુ રાખવો. જરૂરી બનશે. વ્યાપાર ધંધા નોકરીમાં ખાસ સમય ફાળવો જરૂરી બનશે. આ વર્ષ કોઇ બીજા ઉપર આધાર રાખવો નહીં. પોતાનું કામ પોતે જ કરવું તેવો આગ્રહ રાખવો. યોગ્ય જગ્યાએ જ મહેનત કરવી જરૂરી બનશે. વાહન ધીમે ચલાવું. 18મેથી ચોથે રાહુલમાંથી રાહત મળશે. શનીદેવ તથા મહાદેવજીની પુજા ઉપાસના કરવી.
(10) મકર રાશી (ખ.જ.): મકર રાશીના જાતકોને આ વર્ષ 29 માર્ચથી શનીની મોટી પનોતીમાંથી રાહત મળશે. આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. જો જન્મના ગ્રહો બળવાન હશે તો આ વર્ષે પ્રગતી સારી થશે. આ વર્ષ ભાગ્યોદય કારક રહેશે. ધર્મ કાર્ય પુજા પાઠ લાભ દાઇ રહેશે. વ્યાપાર નોકરીમાં પ્રગતી થાય. આપની ઇચ્છા પરીપુર્ણ થઇ શકે છે. હનુમાનજીની ઉપાસના લાભદાઇ રહેશે.
(11) કુંભ રાશી (ગં.શ.સ.): કુંભ રાશીના જાતકો એ આ વર્ષે આરોગ્યનુ ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. જો કે 29 માર્ચથી શનીની મોટી પનોતીનો છેલ્લો તબક્કો રૂપાના પાયે લક્ષ્મી દાયક છે. આ વર્ષે ધીમી પરંતુ સારી પ્રગતી થશે. અભિમાન કરવું નહીીં. આ વર્ર્ષે આધ્યાત્મીક અને ધર્મમાં ધ્યાન આપવાથી જીવનમાં શાંતી મળશે. નોકરી વ્યાપાર બાબતે પણ આપના સાથી કર્મચારી જોડે સારૂ વર્તન રાખવું. વ્યાપારમાં પણ આપની નીચે કામ કરતા લોકોને સહકા આપવો. હનુમાનજી તથા શનીદેવની ઉપાસના લાભકારક રહેશે.
(12) મીન રાશી (દ.ચ.ઝ.થ.): મીન રાશીના જાતકોને આ વર્ષ મિશ્ર ફળ આપસે ખાસ કરીને વર્ષના મધ્યથી બારમે પસાર થતો રાહુ માનસીક ટેન્સન આપી શકે છે. ખોટુ રોકાણ કરવું નહીં છુપા શત્રુથી દુર રહેવું જરૂરી બનશે. ખર્ચા ઉપર કાબુ રાખવો. કોર્ટ કજીયાથી દુર રહેવું. નોકરી વ્યાપાર બાબતે પણ એકદમ વિચારી અને નિર્ણયો લેવા જરૂરી બનશે. ગુરૂ મંત્રના જપ કરવા મૃત્યુંજય મંત્રના જપ કરવા પણ લાભકારક રહી શકે છે.
ખાસ કરીને એકંદરે આ વર્ષ ભારત દેશ માટે નિર્ણાયક રહેશે. તેમા આ વર્ષે બજેટમાં જે નિર્ણયો લેવાશે. તેની આગામી વર્ષોમાં ઘણી અસર રહેશે.
-શાસ્ત્રી રાજદીપ જોષી
(વેદાંત રત્ન)