આવતીકાલે રાંધણ છઠ્ઠ; જાણો ચુલો ઠારવાનું શુભ મુહૂર્ત
શ્રાવણ વદ પાંચમને શનિવાર 24 ઓગસ્ટ આ દિવસે રાંધણ છઠ્ઠ છે. શનિવારે સવારના 7.51 સુધી જ પાંચમ તિથિ છે ત્યાર બાદ આખો દિવસ રાત્રી છઠ્ઠ તીથી છે આથી શનિવારે રાંધણ છઠ્ઠ છે.
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે આ તહેવાર મા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ઠાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે.
રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવે છે.
ચુલા નું પૂજન:-અત્યારના જમાના પ્રમાણે જુના ચૂલા કે સગડી કોઈપણ ના ઘરે હોતા નથી આથી આધુનિક ગેસ ના ચુલાનું પણ પૂજન કરી શકાય છે રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, રૂ ના નાગલા ચુંદડી કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવું આમ ચુલા નુ પૂજન કરવું.
ઘણી જગ્યાએ ચૂલો ઠાર્યા પછી તેના ઉપર આંબાની ડાળ પણ મૂકે છે. ચુલો ઠારવાનું મુહૂર્ત:- શનીવારે બપોર ચલ લાભ અમૃત ચોઘડિયામાં 12.49 થી 5.34 રાત્રે લાભ 7.10 થી 8.34… શુભ 10 થી 11.24 જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમા અગ્નિતત્વ રહેલ છે. રસોઈમા પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને રસોઈ ઘરમાં માતાજી અન્નપૂર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠનું મહત્વ વધારે છે. રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે.