For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલથી જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ

04:52 PM Jul 18, 2024 IST | admin
કાલથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

મંગળવારે જાગરણ

Advertisement

તારીખ 19 જુલાઈ અષાઢ શુદ તેરસને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે આ વ્રત પાંચ દિવસ રહેવાનું હોય છે આ વ્રત મા કુંવારી બહેનો પાંચ દિવસ મોળું જામીને વ્રત રહેશે આખો દિવસ મોળું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે શુક્રવારે સવારના બહેનો શંકર પાર્વતીનું પૂજન કરશે સાથે વાવેલા જવારાનુ પણ પૂજન કરશે આવી રીતના પાંચ દિવસ સુધી બહેનો વ્રત રહેશે અને પૂજન કરશે અને આમ પાંચ વર્ષ સુધી વ્રત રહેવાનું હોય છે પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનો ઉજવણું કરવાનું હોય છે હાલના જમાના પ્રમાણે લગ્ન થાય ત્યાં સુધી પણ આ વ્રત રહી શકાય છે બહેનો લગ્ન થાય ત્યાં સુધી આ વ્રત રહે છે અને સાસરે જઈ અને આ વ્રતનું ઉજવણું કરે છે વ્રતના ઉજવણામાં પાંચ સૌભાગ્ય વતી બહેનોને ભોજન કરાવુ અને સૌભાગ્યની વસ્તુ ભેટ મા આપવી જયા પાર્વતી વ્રતનું જાગરણ અષાઢ વદ બીજને મંગળવારની રાત્રે છે આ દિવસે બહેનો આખી રાત જાગરણ કરશે. જ્યારે નાની બાળાઓ ના મોળાકત વ્રતનું જાગરણ રવિવારે ગુરુપૂર્ણિમાના દિવસે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement