ભક્તોના દુ:ખ દૂર કરવાનું કલ્પવૃક્ષ એટલે ચંડીપાઠ
ચંડીપાઠનુ મહત્ત્વ સમજાવતા શાસ્ત્રી રાજદીપ જોષી
ચંદીપાઠ એટલે ભક્તોના મનુષ્યોના દુ:ખ દુર કરવા માટે નુ કલ્પવૃક્ષ છે. સકામ ભકતો આ ના સેવનથી પાઠથી મનને અભિષ્ઠ દુલર્ભતમ વસ્તુ અથવા સ્થિતિ સહજભાવે મેળવે છે. ચંડીપાઠ થી ઐશ્વર્યઆયુ આરોગ્ય બધી જ કામના ની પુર્તિ થાય છે. ચંદીપાઠ નાં શ્ર્લોકો થી મનુષ્યના બધાજ દુ:ખ દુર થાય છે. ચંદીપાઠમાં સાથે દેવી કવચ અર્ગલા કીલક રાત્રી સુકન દેવી અથર્વશીર્ષ સિધ્ધ કુંજિકા સ્ત્રોતના પાઠ પણ સાથે છે. ચંદીપાઠમાં કુલ 13 અધ્યાય મુખ્ય ત્રણ ભાગમાં છે. જેમાં પ્રથમ ચરીત્ર એટલે મહાકાળી ત્યારબાદ મધ્યમ ચરીત્રી મહાલક્ષ્મી જેમા બીજો-ત્રીજો-ચોથો અધ્યાય આવે છે. ત્યારબાદ ઉત્તર ચરીત્ર એટલે મહાસરસ્વતી જેમા પાંચથી તેર અધ્યાય સુધી ઉત્તર ચરીત્ર ગણાય છે. આમ ત્રણ ચરીત્રમાં ચંદીપાઠના તેર અધ્યાય આવે છે. જેમાં માતાજીએ મહિષાસુરનો વધ ચંડમુંડનો વધ રકત બીજનો વધ કર્યો હતો.
ચોથો અધ્યાય એટલે શક્રાધ્ય સ્તુતી જે દેવતાઓએ માતાજીની સ્તુતી કરેલી તે ચંડીપાઠનો અગીયારમો અધ્યય એટલે માતાજીએ દેવતાઓનો આપેલુ વરદાન ચંદીપાઠમાં પ્રાધાનિક રહસ્ય વૈકૃતિક રહસ્ય મુર્તિ રહસ્યપણ આવેલા છે.
આજે બીજા નોરતે બ્રહ્મચારીણી માની પૂજા
માતાજી નવદુર્ગા શક્તિમાં બીજા નોરતે બ્રહ્મચારીણી સ્વરૂૂપનું પૂજન થાય છે. બ્રહ્મચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂૂપ જયોર્તિમય અને ભવ્ય છે. માતાજીના જમણા હાથમાં જયમાળા અને ડાબા હાથમાં કમન્ડળ છે. હિમાલયને ત્યાં માતાજીએ જન્મલયને ઉગ્ર તપ કરેલું. તપના પ્રભાવથી માતાજીનું નામ તપચારીણી એટલે બ્રહ્મચારીણી થયું. તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરૂૂપ ક્ષણ થયેલુ ત્યારે માતાજીને ચિંતા થાય છે અને અવાજ કરે છે. ઉમા આથી માતાજીનું નામ ઉમા પડે છે. માતાજીનું તપ જોઈ બ્રહ્માજી આકાશ વાણી કરે છે તમને મહાદેવ જી પતિ સ્વરૂૂપે પ્રાપ્ત થશે. માતાજી દુર્ગાનું આ સ્વરૂૂપ અનેક સિધ્ધિ આપનાર છે તથા માતાજીની ઉપાસનાથી તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસનાથી વિજયની પણ પ્રાપ્તિ થાય છે. માતાજી બ્રહ્મચારીણી ઉપાસનાનો મંત્ર ૐ શ્રીં શ્રીં અમ્બિકાર્ય નમ: નૈવેદામા સફેદ મીઠાય અને દૂધ અર્પણ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે.
ચંડીપાઠના નિયમો
(1) પુસ્તક હાથમાં રાખીને પાઠ નથી કરી શકતો પોતાની સામે પુસ્તક રાખીપાઠ કરાય છે.
(2) કોઈપણ એક અધ્યાયંનો પાઠ નથી કરી શકતો આખા ચંડીપાઠનો પાઠ કરવો અથવા તો આખા ચરીત્રનો પાઠ કરવો આમ ચંડીપાઠના ઘણા નિયમો છે.
(3) તેનું પાલન કરવું સ્પષ્ટ ઉચ્ચાર કરવો યોગ્ય ગુરૂૂ પાસેથી આખો ચંડીપાઠ શિખી અને ત્યારબાદ જ બોલી શકાય ખાસ કરીને પાઠશાળામાં પુર્ણ શીખેલ બ્રાહ્મણો પાસે પાઠ કરવો યોગ્ય ગણાય. ચંડીપાઠ મા છેલ્લે જીવનના બધા જ પ્રશ્નો નું નિવારણ તથા વિશ્વના બધા જ પશ્નોનું નિવારણના સિધ્ધ સંપુટ મંત્રો આવેલા છે. જેનાથી જીવનનાં બધા જ પ્રશ્નોનું નિવારણ થાય છે. ચંદીપાઠ વિશે જેટલું લખીયે તેટલું ઓછુ જ ગણાય છતા પણ મારા જ્ઞાન પ્રમાણે અહીં માહિતી રજુ કરેલ છે.