રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આસો નવરાત્રીનો કાલથી પ્રારંભ

05:15 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવરાત્રી દરમિયાન નવદુર્ગા માતાજી નામ લેવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો થશે પ્રવેશ

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે આસો નવરાત્રી, મહા નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને અષાઢ નવરાત્રી તેમાં આસો નવરાત્રીને મોટા નોરતા કહેવામાં આવે છે. આસો નવરાત્રી મા માતાજીની ઉપાસના યુગોથી થતી આવે છે. કોપાઇમાન દેવીએ જ્યારે દાનવોનો સંહાર ર્ક્યો ત્યારે મહાદેવજીએ માતાજીના ક્રોધને શાંત કરેલો નવરાત્રી દરમ્યાન કરેલી માતાજીની ઉપાસના પુજા તુરંત ફળદાઇ બને છે અને કલ્યાણકારી બને છે.

ખાસ કરીને નવરાત્રી દરમ્યાન ઘે ઘટ્ટ સ્થાપના અથવા તો ગરબાની સ્થાપના કરી અને સવારે તથા સાંજે દિવસ આથમ્યા પછી તેમાં દિવો કરવો અને ઘરના બધા જ સભ્યોએ ભેગા મળી અને માતાજીના ગરબાગાવા હાલના સમયમાં માતાજીના ગરબા ગાવાનું પ્રમાણ ખુબ ઘટી ગયેલ છે. પરંતુ સમય અનુકુળતાએ ઘરના બધા જ સભ્યો ભેગા મળી અને માતાજીના ગરબા ગાય જપ ઉપાસના કરે તો જીવનની બધી જ મુશીબતો દુર થાય છે.

માતાજીના નવ નોરતા દરમ્યાન નવદુર્ગા માતાજીની પુજા ઉપસનાનું પણ મહત્વ છે નવદુર્ગા માતાજીના નામ આ પ્રમાણે છે. (1) શૈલપુત્રી (2) બ્રહ્મચારિણી (3) ચંદ્રઘંટા (4) કુષ્માંડા (5) સ્કંદમાતા (6) કાત્યાયની (7) કાલરાત્રી (8) મહાગૌરી (9) સિદ્ધિદાત્રી નવરાત્રી દરમ્યાન દરરોજ સવારે સાંજે અને રાત્રે નવદુર્ગા માતાજીના નામ લેવાથી જીવનમાં શાંતી મળે છે અને નવદુર્ગા માતાજીની ઉપાસના કુળદેવીનો ઉપાસના કરવાથી જીવનની મુશીબતો દુર થાય છે. ભગવાન રામે પણ નવરાત્રી દરમ્યાન રાવણને મારવા મા નવદુર્ગાની ઉપાસના કરેલી નવરાત્રી દરમ્યાન કુળદેવીના જપ નવાર્ણ મંત્રના જપ કરવાથી જીવનના અશુભ તત્ત્વો દુર થાય છે.
(સંકલન: શાસ્ત્રી રાજદીપ જોષી-વેદાંતરત્ન)

નવરાત્રી દરમિયાન શુભ દિવસોની યાદી
(1) આસો શુદ એકમ 3 ઓક્ટોમ્બર ગુરુવાર નવરાત્રીનો પ્રારંભ
(2) આસો શુુદ ચોથ 7 ઓક્ટોમ્બર સોમવાર લલીતા પંચમી આ દિવસે શ્રી ઉપાસના તથા શ્રી સુકનના પાઠ કરવા ઉતમ છે.
(3) આસો શુુદ સાતમ 10 ઓક્ટોમ્બર ગુરુવાર મા સરસ્વતી ઉપાસનાનો દિવસ
(4) આસો શુદ આઠમ 11 ઓક્ટોમ્બર શુક્રવાર હવનાષ્ટમી નૈવેદ્ય દિવસ
(5) આસો શુદ નોમ 12 ઓક્ટોમ્બર શનીવાર નવમુ નોરતુ દશેરા જે લોકો નોરતા રહેતા હોય તેઓએ શનીવારે પણ રહેવાનું છે નોમના નૈવેધ આ દિવસે કરવા.

Tags :
dharmikdharmik newsindiaindia newsNAVRATRINavratri 2024
Advertisement
Next Article
Advertisement