For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હર હર મહાદેવના નાદ વચ્ચે શિવાલયોમાં ભક્તિની હેલી, ભાવિકો શિવમય

03:58 PM Aug 05, 2024 IST | admin
હર હર મહાદેવના નાદ વચ્ચે શિવાલયોમાં ભક્તિની હેલી  ભાવિકો શિવમય

પ્રારંભ અને અંત સોમવારે જ તેવા 72 વર્ષ પછીના સંયોગ વચ્ચે આજથી પાવન શ્રાવણ માસનો પ્રાંભ થતા વહેલી સવારથી જ શિવાલયોમાં બમ… બમ… ભોલે અને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા હતા. શહેરના રામનાથ મહાદેવ સહીત પ્રત્યેક શિવ મંદિરોમાં દેવાધિદેવના દર્શન, પૂજન, રૂદ્રાભિષેક માટે ભક્તોની ભીડ- કતારો જામી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના મોટા-મોટા શિવાલયો પર સ્થાનિક પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહીના દરમિયાન જુદા જુદા સમયે રોજ અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. જેમાં બપોરે 12 થી 1-30 મહાપૂજા, 1-30 થી 4-00 રૂદ્રાભિષેક, સાંજે 5 થી 9 શણગાર દર્શન, સાંજે 7-30 વાગ્યે સંધ્યા આરતી તેમજ રાત્રીના 9 થી 11 દરમિયાન રાત્રી મહાપુજાનું ધામધુમથી આયોજન થશે. જેનો શિવભક્તોએ લાભ લેવા શ્રી રામનાથ મહાદેવ મંદિરના મહંત હરસુખગીરી દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

Advertisement
Advertisement
Advertisement