For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2025માં ઇસરો બતાવશે ઐતિહાસિક તાકાત, 6 મોટા મિશન માટે તૈયાર

11:12 AM Jan 01, 2025 IST | Bhumika
2025માં ઇસરો બતાવશે ઐતિહાસિક તાકાત  6 મોટા મિશન માટે તૈયાર

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે 2025ના પ્રથમ છ મહિનામાં ઇસરોના અડધા ડઝન મોટા મિશન લોન્ચ કરવામાં આવશે, જેમાં ગગનયાન મિશન હેઠળ મહિલા રોબોટ વ્યોમિત્રને અવકાશમાં મોકલવા ઉપરાંત વિશ્વના સૌથી મોંઘા મિશનનો સમાવેશ થાય છે. ભારત-યુએસ સહયોગ સંયુક્ત ઉપગ્રહ NISARપણ લોન્ચ કરવામાં આવશે.

Advertisement

મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે જાન્યુઆરીમાં ઇસરો પહેલું મિશન લોન્ચ કરશે જે એડવાન્સ નેવિગેશન સેટેલાઇટ NVS-02 છે. તેને જીએસએલવી (જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ ઈસરોનું 100મું મિશન હશે.

આ પછી, ઇસરો તેના પ્રથમ માનવરહિત ગગનયાન મિશન હેઠળ વ્યોમિત્રને અવકાશમાં મોકલશે. આ એક મહિલા રોબોટ છે, જેને ઈસરોએ આ મિશન માટે ખાસ તૈયાર કર્યો છે. વ્યોમિત્રના મિશનને ગગનયાનના માનવયુક્ત મિશનના અગ્રદૂત તરીકે જોવામાં આવશે. તે બરાબર એ જ હશે, સિવાય કે મનુષ્યો વિના. જો વ્યોમિત્ર મિશન સફળ થશે તો માનવ અવકાશયાત્રીઓને તે પછી અવકાશમાં મોકલવામાં આવશે.

Advertisement

ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રયાસથી વિકસિત નિસાર (NASA-ISRO SAR) સેટેલાઈટ પણ માર્ચમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ છે, જેની કિંમત 12,505 કરોડ રૂૂપિયા છે. મંત્રીએ કહ્યું, આ ઉપગ્રહ લગભગ દર 12 દિવસે જમીન અને બરફને સ્કેન કરશે અને તેનું રિઝોલ્યુશન ખૂબ જ ઊંચું હશે.
જિતેન્દ્ર સિંહે એમ પણ કહ્યું કે ઈસરોનો જન્મ 1969માં થયો હતો, જ્યારે અમેરિકા ચંદ્ર પર માનવ મોકલવામાં વ્યસ્ત હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ઈસરો અમેરિકન સેટેલાઈટ્સ લોન્ચ કરી રહ્યું છે. ઇસરોએ છેલ્લા દાયકામાં યુએસ અને ઊઞ માટે 400 મિલિયનથી વધુની આવક ઊભી કરી છે. આગામી વર્ષોમાં આ આંકડો વધવાની સંભાવના છે.

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે એમ પણ કહ્યું કે 2025 એક રોમાંચક વર્ષ હશે, કારણ કે આ વર્ષે ઇસરો ચાર GSLV રોકેટ, ત્રણ PSLV અને એક SSLV લોન્ચ કરશે. ભારતે 2024માં 15 મિશન લોન્ચ કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement