રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડિજિટલ ઓળખથી ઓનલાઇન વ્યવહારોને વધુ પારદર્શી બનાવી શકાય

12:13 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ડિજિટલ સિસ્ટમના અનેક ફાયદા: દેશની સુરક્ષા વધશે-ગુનાખોરી ઘટશે: સરકારી યોજનાઓનો લાભ લેવાનું સરળ બનશે

ડિજિટલ ઓળખ એ ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દેશની સુરક્ષા અને સલામતી માટે દરેક નાગરિકની સંપૂર્ણ ડિજિટલ ઓળખ જરૂૂરી છે તેમ નિષ્ણાતોનું માનવું છે. આજના ડિજિટલ યુગમાં, ડિજિટલ ઓળખ એક અનિવાર્ય બની ગઈ છે. દરરોજ આપણે ઓનલાઇન ખરીદી, બેંકિંગ, સોશિયલ મીડિયા અને અન્ય ઘણી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. આ બધી પ્રવૃત્તિઓ માટે ડિજિટલ ઓળખની જરૂૂર પડે છે. ડિજિટલ ઓળખ એક એવું ડિજિટલ સર્ટિફિકેટ છે જે વ્યક્તિની ઓળખને ઓનલાઇન દુનિયામાં સાબિત કરે છે. ડિજિટલ ઓળખના ઘણા ફાયદા છે જેમ કે સુરક્ષા, સુવિધા, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા. ડિજિટલ ઓળખના ઉદાહરણોમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ અને ડિજિટલ સિગ્નેચરનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં ડિજિટલ ઓળખ વધુને વધુ મહત્વપૂર્ણ બનશે. ડિજિટલ ઓળખનો ઉપયોગ સ્માર્ટ સિટી, સ્માર્ટ હેલ્થકેર અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન જેવી વિવિધ ક્ષેત્રોમાં થશે. ડિજિટલ ઓળખ એ ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ડિજિટલ ઓળખથી આપણે વધુ સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને વધુ પારદર્શી સમાજ બનાવી શકીએ છીએ.

આ ડિજિટલ ઓળખમાં નામ, સરનામું, જન્મ તારીખ, વ્યવસાય, શૈક્ષણિક લાયકાત, બ્લડ ગ્રુપ, જાતિ, સંતાનની વિગતો, મિલકતની માહિતી, બેંક બેલેન્સ, વાહનની વિગતો, આરોગ્ય રિપોર્ટ, ફિંગરપ્રિન્ટ, ફેસ રિકોગ્નિશન, રેટિના સ્કેન અને ડીએનએ રિપોર્ટ જેવી વિગતોનો સમાવેશ થઈ શકે. આ તમામ માહિતીઓ સરકારના સેન્ટ્રલ પોર્ટલ પર સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય.

સરકારની ઓનલાઈન સિસ્ટમમાં દરેકેદરેક નાગરિકની આ તમામ વિગતો કાયમ માટે સંગ્રહિત રહેવી જરૂૂરી છે. અને, આ પૈકી કોઈ પણ વિગતોમાં કોઈ પણ ફેરફાર થયે, તે ફેરફારની જાણકારીઓ સરકારને આપવી તથા સરકારને આ જાણકારીઓ ન આપનાર વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહીઓ કરી શકાય, તે અંગે લોકમત જાણી સરકારનો કાયદાવિભાગ નિયમો બનાવી શકે. નિયમોના આ ડ્રાફ્ટ અંગે નાગરિકો પાસેથી નિયત સમયમર્યાદામાં વાંધાસૂચનો પણ મેળવી શકાય. આ તમામ માહિતીઓ કાયમી ફ્રેશ અને સલામત રાખવાની જવાબદારીઓ સંબંધિત નાગરિકની નક્કી કરી શકાય.

આ તમામ જાણકારીઓ સરકારના નેશનલ પોર્ટલ પર જાહેર કરવાનું તાત્પર્ય સુરક્ષા-સલામતી ઉપરાંત દેશની અંદર વસવાટ કરતાં તમામ નાગરિકો એકમેકથી પરિચિત, સલામત અને સુરક્ષિત રહી શકે.

ડિજિટલ ઓળખના આ રીતે ઘણાં ફાયદાઓ ગણાવી શકાય
રાષ્ટ્રની બાહ્ય અને આંતરિક સુરક્ષા અને સલામતીના મુદ્દે આ ઓથેન્ટીકેશન ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે, સરહદો પર અને એરપોર્ટ કે બંદરો જેવા સ્થળોએ અજાણ્યા, વિદેશીઓ કે આતંકીઓ દેશમાં ઘૂસપેઠ કરતાં પહેલાં સો વખત વિચાર કરે. કેમ કે, આ તમામ મહત્વપૂર્ણ સ્થળોએથી ભારતમાં પ્રવેશ મેળવતાં અગાઉ દરેકેદરેક વ્યક્તિએ આ તમામ જાણકારીઓ આપવી ફરજિયાત કરી શકાય. અને, આ સ્થિતિમાં ભારતમાં પ્રવેશ મેળવી લીધાં બાદ કોઈ પણ વ્યક્તિ માટે ગુનો આચરી છૂપાઈ શકવું અતિ કઠિન બની જાય. જો કે, આ સિસ્ટમને અમલમાં મૂકતા પહેલા ગોપનીયતા અને સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડશે. સરકારે ખાતરી આપવી પડશે કે આ માહિતીનો દુરુપયોગ થશે નહીં

Tags :
Digital identityindiaindia newsonline transactions
Advertisement
Next Article
Advertisement