For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના પૃથ્વી પર પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ: આજે અનડોકિંગ, કાલે ઉતરાણ

11:13 AM Jul 14, 2025 IST | Bhumika
અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના પૃથ્વી પર પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ  આજે અનડોકિંગ  કાલે ઉતરાણ

કલાકના 28000 કિ.મી.ની ગતિ સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે, કાલે કેલિફોર્નિયાના દરિયામાં ઉતરશે

Advertisement

ભારતીય વૈજ્ઞાનિક શુભાંશુ આવતીકાલે અવકાશથી પૃથ્વી પર પાછા ફરવાના છે. એક્સિયમ-4 મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયેલા શુભાંશુ 15 જૂલાઈના રોજ બપોરે 3 વાગ્યે પૃથ્વી પર ઉતરાણ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટની અનડોકિંગ પ્રક્રિયા 14 જૂલાઈના રોજ સાંજે 4:30 વાગ્યે શરૂૂ થશે.

ક્રૂ ડ્રેગન અવકાશયાન ધીમે ધીમે ISSથી અલગ થશે. આ પ્રક્રિયાને અનડોકિંગ કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે, પરંતુ અવકાશયાત્રીઓ તેનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે. અનડોકિંગ પછી અવકાશયાન પૃથ્વી તરફ આગળ વધશે. પછી રોકેટ ફાયરિંગ retrograde burn દ્વારા કરવામાં આવશે જેથી અવકાશયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે.અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ તેને જબરદસ્ત ગરમી અને ઘર્ષણનો સામનો કરવો પડશે. આ સમયે અવકાશયાનની ગતિ લગભગ 28,000 કિમી/કલાક હશે, જે ઉતરાણ કરતી વખતે ધીમે ધીમે ઘટશે.

Advertisement

વાતાવરણમાં પ્રવેશ્યા પછી પહેલા નાના અને પછી મોટા પેરાશૂટ ખુલશે, જે અવકાશયાનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ પ્રક્રિયા અવકાશયાનની સુરક્ષિત સ્પ્લેશડાઉન લેન્ડિંગ સુનિશ્ચિત કરે છે.
નાસાના જણાવ્યા અનુસાર, જો હવામાન અનુકૂળ રહેશે તો શુભાંશુ શુક્લા અને તેનો ક્રૂ કેલિફોર્નિયા કિનારા નજીક સમુદ્રમાં ઉતરશે. નાસા આ લેન્ડિંગનું જીવંત પ્રસારણ પણ કરશે.

અનડોકિંગથી લઇને સ્પ્લેશડાઉન સુધીની પ્રક્રિયામાં કુલ 12 થી 16 કલાક લાગી શકે છે. ક્રૂ ડ્રેગન સામાન્ય રીતે એટલાન્ટિક મહાસાગર અથવા મેક્સિકોના અખાતમાં ઉતરે છે. સ્પેસએક્સની પુન:પ્રાપ્તિ ટીમ તાત્કાલિક પહોંચે છે અને અવકાશયાનને જહાજ પર ઉપાડે છે અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢે છે.

ડ્રેગન અવકાશયાનમાં લગભગ 263 કિલોગ્રામ વૈજ્ઞાનિક ઉપકરણો અને ડેટા લાવવામાં આવી રહ્યો છે. આમાં નાસાના હાર્ડવેર અને 60 થી વધુ અવકાશ પ્રયોગોથી સંબંધિત ડેટાનો સમાવેશ થાય છે.

દરમિયાન અવકાશને અલવિદા કહેતા પહેલા શુભાંશુએ ક્રૂ સભ્યો સાથે ફોટો સેશન કર્યું હતું. નાસાના જોની કિમે તસવીરો શેર કરી જેમાં અમેરિકા, જાપાન, ભારત, હંગેરી અને પોલેન્ડના 8 અવકાશયાત્રીઓ જોવા મળે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement